Home / India : Another honeymoon couple goes missing in Sikkim

સિક્કિમમાં હનિમૂન પર ગયેલું વધુ એક કપલ ગાયબ, 11 દિવસ છતાં નથી કોઈ ભાળ 

સિક્કિમમાં હનિમૂન પર ગયેલું વધુ એક કપલ ગાયબ, 11 દિવસ છતાં નથી કોઈ ભાળ 

મધ્યપ્રદેશના સોનમ અને રાજા બાદ સિક્કિમમાં હનીમૂન માટે ગયેલા વધુ એક નવપરિણીત યુગલ ગુમ થઈ ગયું છે. 11 દિવસથી બંનેની કોઈ ભાળ મળી નથી. પોલીસે રાજા અને સોનમના કેસમાં ઘટસ્ફોટ કરતાં ખુલાસો કર્યો છે. રાજાનો મૃતદેહ પહેલાથી જ મળી આવ્યો હતો. હવે સોનમ પણ યુપીના ગાઝીપુરમાંથી મળી આવી છે. સોનમે જ તેના પતિ રાજાની હત્યા કરાવી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. તો અન્ય એક ઘટનામાં યુપીના પ્રતાપગઢ જિલ્લાના નવપરિણીત યુગલ કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ અને અંકિતા સિંહનો કોઈ પત્તો નથી. પરિવારના સભ્યો કહે છે કે, "અત્યાર સુધીમાં તેઓનો કોઈ સુરાગ મળ્યો નથી."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લાલગંજ તાલુકા વિસ્તારના રાહતિકર ગામના રહેવાસી કૌશલેન્દ્ર અને અંકિતા હનીમૂન માટે સિક્કિમ ગયા હતા. જે વાહનમાં બંને મુસાફરી કરી રહ્યા હતા તે વાહન 29 મેના રોજ અકસ્માતમાં 1,000 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું. આ અકસ્માતને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ બંનેના હજુ સુધી કોઈ સમાચાર નથી. આ વાહનમાં મુસાફરી કરી રહેલા બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી એક જનરલ વોર્ડમાં અને બીજો આઈસીયુ વોર્ડમાં દાખલ છે. આ લોકોએ એ પણ પુષ્ટિ કરી હતી કે, કૌશલેન્દ્ર અને અંકિતા ટ્રાવેલિંગમાં તેમની સાથે હાજર હતા.

અત્યાર સુધી કોઈ સામાન ના મળ્યો

સર્ચ ઓપરેશનમાં રોકાયેલી ટીમને ટ્રાવેલરમાં રહેલા ઘણાં લોકોના સામાન મળ્યા છે, પરંતુ આમાંથી કોઈ સામાન કૌશલેન્દ્ર કે અંકિતાનો નથી. કૌશલેન્દ્રના પિતા શેર બહાદુર સિંહે સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી છે. તેઓ કહે છે કે, "અત્યાર સુધી જે સામાન, કપડાં, જૂતા, ઘડિયાળ, ચશ્મા, બેગ મળી આવ્યા છે તેમાંથી કોઈ પણ મારા દીકરા કે વહુનું નથી. જ્યાં સુધી હું તેમને શોધી ન લઉં ત્યાં સુધી હું સિક્કિમ છોડીશ નહીં." તેમણે દેશવાસીઓને દંપતીના સુરક્ષિત પાછા ફરવા માટે ભગવાનને પ્રાર્થના કરવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી.

૫ મેના થયા હતા લગ્ન

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કૌશલેન્દ્ર અને અંકિતાના લગ્ન ૫ મેના રોજ થયા હતા અને બંને ૨૫ મેના રોજ હનીમૂન માટે સિક્કિમ ગયા હતા. પટ્ટીના ચિવલ્હા ગામના રહેવાસી અંકિતાના પિતા વિજય સિંહ ડબ્બુ પણ સરકાર પાસેથી આશાવાદી છે. વિજય સિંહે કહ્યું કે તેમણે ૨૯ મેના રોજ તેમની પુત્રી સાથે વાત કરી હતી અને તે ખૂબ જ ખુશ હતી, પરંતુ ત્યારથી તે ગુમ છે. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છે. જોકે, તેઓ તેમની પુત્રી અને જમાઈના સુરક્ષિત પાછા ફરવાની આશા રાખી રહ્યા છે.

Related News

Icon