Home / Religion : People of this zodiac sign will benefit from seasonal businesses

વાંચો 26 મે, 2025નું સોમવારનું રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને સીઝનલ ધંધામાં થશે ફાયદો

વાંચો  26 મે, 2025નું સોમવારનું રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને  સીઝનલ ધંધામાં થશે ફાયદો

મેષ : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહો. બપોર પછી સામાજિક-વ્યવહારિક કામ રહે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વૃષભ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં, કોર્ટ-કચેરીના કામમાં મુશ્કેલી જણાય. બપોર પછી રાહત થતી જાય.

મિથુન : આપના કામમાં સંતાનનો સાથ મળી રહે. પરદેશના કામ, ધર્મકાર્ય થઈ શકે. બપોર પછી ઉચાટ-ઉદ્વેગ રહે.

કર્ક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહનના કામકાજ થઈ શકે.

સિંહ : દેશ-પરદેશના, આયાત-નિકાસના કામકાજ અંગે વ્યસ્તતા-ખર્ચ જણાય. ભાઈભાંડુનો સાથ મળી રહે.

કન્યા : દિવસ દરમ્યાન આપે અનિચ્છાએ પણ કામમાં વ્યસ્ત રહેવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે

વૃશ્ચિક : આપના કાર્યની સાથે અન્ય સહકર્મીનું કામ, બીજું કોઈ કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામ-શ્રમ વધે.

ધન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.

મકર : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.

કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. નોકર-ચાકર વર્ગનો સાથ મળી રહે.

મીન : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. કૌટુંબિક-પારિવારીક કામકાજ રહે.

Related News

Icon