વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક નાની-મોટી વસ્તુમાં એક ખાસ પ્રકારની ઉર્જા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસા સંબંધિત ખાસ વાસ્તુ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે વ્યક્તિ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે તેમાંથી એક ખાસ પ્રકારની ઉર્જા નીકળે છે. જ્યારે અરીસો તૂટી જાય ત્યારે તેમાંથી નીકળતી ઊર્જાનો પ્રવાહ બંધ થઈ જાય છે. તૂટેલા કાચમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ લાવી શકે છે.

