વાસ્તુશાસ્ત્રમાં ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે. ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને સ્થાન આપવા માટે ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં વૃક્ષો અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે. ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

