Home / Auto-Tech : Hyundai Palisade is expected to be launched

ફુલ ટેન્કમાં ચાલશે 1000 KM, Hyundaiએ રજૂ કરી નવી SUV

ફુલ ટેન્કમાં ચાલશે 1000 KM, Hyundaiએ રજૂ કરી નવી SUV

સાઉથ કોરિયન કાર બનાવતી કંપની Hyundaiએ ગ્લોબલ માર્કેટમાં પોતાની જાણીતી SUV Palisadeના સેકન્ડ જનરેશન મોડલ રજૂ કર્યું છે. ખાસ વાત આ છે કે સેકન્ડ જનરેશન મોડલ હાઇબ્રિડ પાવરટ્રેન સાથે આવી રહ્યું છે. કંપનીનો દાવો છે કે આ SUV ફુલ ટેન્કમાં 619 માઇલ (લગભગ 1,000 કિમી) સુધીની સફર કરી શકે છે. સેગમેન્ટમાં શાનદાર પ્રદર્શન બાદ Palisadeને નવા અવતારમાં રજૂ કરવામાં આવી છે જેમાં કંપનીએ કેટલાક મોટા બદલાવ કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Hyundai Palisade હાઇબ્રિડમાં બ્રાંડના નવા ચંકી ડિઝાઇન લેંગ્વેજ જોઇ શકાય છે. ગત મોડલની તુલનામાં આ થ્રી-રો ધરાવતી SUV 2.5 ઇંચ લાંબી છે. આ વર્ષના અંતમાં અમેરિકામાં નવી ડિઝાઇન અને બે નવા પાવરટ્રેન વિકલ્પો સાથે વેંચાણ માટે ઉપલબ્ધ હશે.

Hyundaiએ ડિઝાઇન સાથે સારૂ એક્સપેરિમેન્ટ કર્યું છે અને પેલિસેડમાં બોલ્ડ led ડેટાઇમ રનિંગ લાઇટ્સ આપી છે જે ફ્લેટ, અપરાઇટ ગ્રિલ પર હાવી છે. પોતાના પહોળા ફ્રંટ છતા હ્યુંડઇનું કહેવું છે કે નીચેના ભાગમાં એક્ટિવ એરફ્લો શટર તેની એરોડાયનેમિકીને સારી બનાવે છે.નવી પેલિસેડમાં 8 મુસાફરોના બેસવાની વ્યવસ્થા તેને સ્ટાન્ડર્ડ બનાવે છે પરંતુ કેપ્ટન ચેરની ફ્લેક્સિબિલીટી તેના કેબિન સ્પેસને વધુ સારી બનાવે છે. આગળની ડ્રાઇવિંગ તરફ અને કો-ડ્રાઇવિંગ સીટને તમે પોતાની જરૂર અનુસાર રેક્લાઇન કરી શકો છો.

Hyundai Palisadeને પ્રથમ વખત હાઇબ્રિડ પાવરટ્રેન સાથે રજૂ કરવામાં આવી છે જેમાં બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે ટર્બોચાર્જ્ડ 2.5 લીટર ઇનલાઇન-ફોન એન્જિન લગાવવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ આ એન્જિન 262 બીએચપીની પાવર જનરેટ કરે છે. બન્ને ઇલેક્ટ્રિક મોટરો સાથે આ પાવર આઉટપુટ વધીને 329 બીએચપી થઇ જાય છે. ખાસ વાત આ છે કે કંપનીએ તેને હાઇબ્રિડ અને નોન હાઇબ્રિડ બન્ને વેરિએન્ટમાં રજૂ કરી છે.

ફુલ ટેન્કમાં 1000 KM સુધી દોડી શકે છે કાર

હ્યુંડઇનો દાવો છે કે પેલિસેડ હાઇબ્રિડ હાઇવે પર 10.62 kmplથી વધુ માઇલેજ આપશે અને ફુલ ટેન્ક પર લગભગ 1000 કિમી સુધીની રેન્જ આપી શકે છે.જોકે, આ ડેટા હાઇબ્રિડ વેરિએન્ટ માટે જ શેર કરવામાં આવ્યો છે. માત્ર પેટ્રોલ વેરિએન્ટમાં માઇલેજ ઓછી થઇ જશે. હાઇબ્રિડ વેરિએન્ટની ટોઇંગ ક્ષમતા 1,815 કિલોગ્રામ છે. બીજી તરફ V6 વેરિએન્ટમાં ટોઇંગ ક્ષમતા 2,268 કિલોગ્રામ સુધી છે. આ SUV હેવી વાહનોને પણ પોતાની સાથે ખેચી શકે છે.

SUVમાં 10 એરબેગ આપવામાં આવી છે

સેફ્ટી તરીકે આ SUVમાં 10 એરબેગ આપવામાં આવી છે. આ સિવાય ફેક્ટરી ડેશ કેમ, ફુલ ડિઝિટલ રિયરવ્યૂ મિરર, યુવી-સી સેનિટાઇઝિંગ કંસોલ અને થર્ડ-રો સીટબેલ્ટ પ્રી-ટેન્શનર્સ ડ્રાઇવર-આસિસ્ટ જેવા ફીચર્સ આ SUVમાં મુસાફરોની સેફ્ટીને સારી બનાવે છે.

Hyundai Palisadeની કેટલી છે કિંમત

હ્યુંડઇએ કિંમતની જાહેરાત કરી નથી અને એમ પણ નથી જણાવ્યું કે હાઇબ્રિડ પાવરટ્રેન સાથે ક્યા ટ્રિમ લેવલ ઉપલબ્ધ હશે. માનવામાં આવે છે કે પેલિસેડ હાઇબ્રિડની કિંમત લગભગ 48,000 ડૉલર (લગભગ 40 લાખ રૂપિયા)થી શરૂ થશે જ્યારે હાઇબ્રિડ કેલીગ્રાફીની કિંમત લગભગ 58,000 ડૉલર (લગભગ 49 લાખ રૂપિયા) હોઇ શકે છે.

નવી હ્યુંડઇ પેલિસેડ હાઇબ્રિડને દક્ષિણ કોરિયાના ઉત્સાનમાં એસેમ્બલ કરવામાં આવશે. V-6 પાવર્ડ પેલિસેડ મોડલને સૌથી પહેલા રજૂ કરવાની આશા છે. જ્યારે હાઇબ્રિડ વેરિએન્ટને કંપની બાદમાં રજૂ કરશે.

 

 

Related News

Icon