Home / Gujarat / Gandhinagar : 3 IAS officers given additional charge in Gujarat's General Administration Department, see list

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં 3 IAS અધિકારીઓને વધારાનો હવાલો, જુઓ લિસ્ટ

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગમાં 3 IAS અધિકારીઓને વધારાનો હવાલો, જુઓ લિસ્ટ

Additional Charge Given To 3 IAS Officers : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીઓને વધારો હવાલો સોંપવામાં આવ્યો છે. જેમાં મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ સહિતનો વધારાનો હવાલો ત્રણ IAS અધિકારીને સોંપવામાં આવ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારો હવાલો
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ દ્વારા આજે સોમવારે (21મી એપ્રિલ, 2025) ત્રણ IAS અધિકારીને વધારાનો હવાલો સોંપાયો છે, ત્યારે IAS અરુણ મહેશ બાબુની બદલી કરવામાં આવી હોવાથી તેમની જગ્યાએ IAS અજય પ્રકાશને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) આગામી આદેશ સુધી મહેસાણાના ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદ અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.  

ગુજરાત સામાન્ય વહીવટ વિભાગના ત્રણ IAS અધિકારીને સોંપાયો વધારાનો હવાલો 2 - image

જ્યારે IAS સુજલ જયંતિભાઈ મયાત્રા ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે. તેમજ જ્યાં સુધી IAS મનીષ કુમારને ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિમિટેડના પદના વધારાના ચાર્જથી મુક્ત કરવામાં ન આવે, ત્યાં સુધી IAS બી.એમ. પ્રજાપતિ અધિક ગ્રામીણ વિકાસ કમિશનર, ગ્રામીણ વિકાસ કમિશનર, ગુજરાત રાજ્ય ગ્રામીણ વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળશે.

Related News

Icon