
સાબરકાંઠામાંથી યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખાનગી એજન્સીઓના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એવામાં સાબરકાંઠાના ઇડરમાં યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના લાલોડામાં વીજ લાઈનના કામ દરમિયાન મજદૂરો કોઈપણ પ્રકારના સેફટી સાધનોનો ઉપયોગ કર્યા વિના જીવના જોખમે કામ કરી રહ્યા છે. સલામતીની વાતો વચ્ચે મજદૂરો જીવના જોખમે થાંભલા ઉપર વીજ લાઈનોનું કામ કરી રહ્યા છે. યુ.જી.વી.સી.એલ વિભાગમાં કામ કરતી એજન્સીઓ મજદૂરો સાથે મનમાની કરી રહી છે. વીજ લાઈનના થાંભલા પર જીવના જોખમે કાળજાળ ગરમીમાં કામ કરતાં મજદૂરોના વીડિયો વાયરલ થયો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એજન્સીઓ સામે તપાસની માંગ ઊઠી છે. અવારનવાર યુ.જી.વી.સી.એલની એજન્સીઓ કામદારો પાસે જીવના જોખમે કામ કરાવતી હોય છે.