
સાબરકાંઠાના ઈડરની આત્મ વલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. આત્મ વલ્લભ હોસ્પિટલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું.
ઇડરની આત્મ વલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં ચાલુ ક્લાસ દરમિયાન અચાનક હોસ્ટેલમાં જઈ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. સંચાલકોએ લટકેલ હાલતમાં વિદ્યાર્થીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. ઈડર પોલિસે સિવિલ હોસ્પિટલના બદલે ખાનગી હોસ્પિટલમાં એ.ડી સહિતની કાર્યવાહી હાથધરી છે. વિદ્યાર્થીના આપધાત પાછળનું રહસ્ય હજુ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી પ્રથમ રાજેશભાઈ ભાવસાર વડાલીનો રહેવાસી હતો. હાલ તો લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.