
ભારતના પાકિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં, પાકિસ્તાને ભારતના હુમલા પછી વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માંગણી કરી છે.પાકિસ્તાનના સત્તાવાર એકાઉન્ટ ઉપરથી વર્લ્ડબેન્ક પાસે લોન માગવામાં આવી હતી.
યુદ્ધમાં વધારો અને સ્ટોક માર્કેટ ક્રેશનું કારણ આપી લોનની માંગી ભીખ
પાકિસ્તાન ગર્વમેન્ટે એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે કે યુદ્ધ ધીમે ધીમે વધી રહ્યું છે અને અમારું સ્ટોક માર્કેટ ક્રેશ થયું છે વચ્ચે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ કરવા ખાસ વિનંતી કરીએ છીએ.
https://twitter.com/eadgop/status/1920683116441604197
પાકિસ્તાન અંગે આજે IMF ની બેઠક
પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બચાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ની બેઠક છે.ભારત, IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક છોડશે નહીં.
ભારત વિરોધ કરશે
જોકે, ભારતના વિરોધ છતાં, પાકિસ્તાનને પેકેજ આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની પૂરી શક્યતા છે કારણ કે IMFના બે સૌથી મોટા શેરધારકો, અમેરિકા અને ચીન તરફથી કોઈ વિરોધ થવાની શક્યતા નથી. ભારત બેઠકમાં સભ્ય દેશોને કહેશે કે પાકિસ્તાનને નાણાકીય પેકેજ આપવાનો અર્થ વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે. પાકિસ્તાન દ્વારા લોન માટે આ અપીલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. 7 મેના રોજ પહેલગામ હુમલાનો ભારતે જવાબ આપ્યો ત્યારથી પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે.