રૂપિયો હવે મજબૂત થવાના સમાચાર મળી રહ્યા છે. બુધવાર, 16 એપ્રિલે શરૂઆતના વેપાર દરમિયાન ડોલર સામે રૂપિયો 26 પૈસાના સુધારા સાથે 85.54ના સ્તરે પહોંચ્યો. આનું કારણ વિદેશી રોકાણકારોના નાણાંનું પુનરાગમન અને ડોલરની નબળાઈ છે. અમેરિકાની મુખ્ય તાકાતોમાંથી એક મજબૂત ડોલર છે, પરંતુ હવે Dollar ડોલરમાં ઘટાડો થઈ રહ્યો છે. એવું પણ સામે આવ્યું છે કે Donald Trump ડોલરને નબળો પાડવા ઈચ્છે છે. જો આવું થશે તો તે રૂપિયાને થોડો ટેકો મળી શકે છે.
ટ્રમ્પ આવું કેમ ઇચ્છશે?
અહેવાલ મુજબ, ટ્રમ્પના સલાહકારો ઇચ્છે છે કે Dollar થોડો નબળો પડે જેથી અમેરિકન માલ સસ્તો થાય, નિકાસ વધે, વેપાર ખાધ ઓછી થાય અને આયાત મોંઘી થવાને કારણે સ્થાનિક માલ વધુ વેચાય.

