અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં મૃત્યુ પામનાર મેઘાનું શબ થલતેજ સ્મશાને લાવવામાં આવ્યું છે. અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર સુનિલ મહેતા તેમના પત્ની અને પુત્રી મેઘાનું મૃત્યું થયું છે. મૃતક મેઘા વિઝિટર વિઝા ઉપર માતાપિતાને લંડન ફરવા લઈ જઈ રહી હતી. મૃતક મેઘાના અંતિમ સંસ્કારમાં વેજલપુર ભાજપ ધારાસભ્ય અમિત ઠાકર પણ હાજર છે.
વિમાન દુર્ઘટનામાં ત્રણેયના મૃત્યુ થયા છે. પરંતુ હજુ સુધી માતા પિતાના ડીએનએ મેચ થયા નથી. જ્યારે મેઘાના ડિએનએ મેચ થતાં તેની નાની બહેન રિતુ અંતિમ સંસ્કાર કરી રહી છે. દિલ્હીનો આ પરિવાર વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો હતો. 4 દિવસ પહેલા જ માતાપિતાની ટિકિટ બુક કરાવી હતી. મેઘા લંડનમાં સ્થાયી થઈ હતી પરંતુ માતા પિતાને વિઝિટર વિઝા પર લંડન ફરવા લઈ જવા આવી હતી.
બંને બહેનો અનમેરિડ હતી
ગોઝારી વિમાન દુર્ઘટનામાંથી અમદાવાદ ઈન્કમટેક્સમાં ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપનાર અને 14 વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સુનિલ મહેતા અને તેમના પત્ની વર્ષા મહેતા તથા પુત્રી મેઘા મહેતા પણ ભડથું થઈ ગયા હતા. માતા વર્ષાબેન હાઉસ વાઈફ હતા જ્યારે બંને બહેનો અનમેરિડ હતી. રિતુ મહેતા બહેન મેઘા કરતાં 4 વર્ષ નાની હતી.