Home / India : india fourth largest economy

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા, જાપાનને પછાડ્યું; નવા ટાર્ગેટ પણ નક્કી

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા, જાપાનને પછાડ્યું; નવા ટાર્ગેટ પણ નક્કી

ભારતે વૈશ્વિક આર્થિક મંચ પર એક મોટી છલાંગ લગાવી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) બીવી આર સુબ્રમણ્યમે તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારતે જાપાનને પછાડતા વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો દરજ્જો મેળવ્યો છે. આ આંકડો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના લેટેસ્ટ આંકડા પર આધારિત છે. સુબ્રમણ્યમે આ જાણકારી નવી દિલ્હીમાં આયોજિત 10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુબ્રમણ્યમે કહ્યું, "ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આપણી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિયન અમેરિકન ડોલરને પાર કરી ગઈ છે. આ મારો ડેટા નથી, પરંતુ IMFનો ડેટા છે. ભારતે હવે જાપાનને પાછળ છોડી દીધું છે." તેમણે આગળ કહ્યું કે હવે માત્ર અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતા આગળ છે. જો ભારતની આર્થિક પ્રગતિ આ જ ગતિએ ચાલુ રહી, તો આગામી 2થી 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

IMFના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (એપ્રિલ 2025) રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં ભારતનું GDP લગભગ 4,187 અબજ ડોલર હશે. જ્યારે જાપાનનું GDP અંદાજે 4,186 અબજ ડોલર રહેવાની સંભાવના છે. ભારત 2024 સુધી વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતું. IMFનું કહેવું છે કે ભારત 2025 અને 2026માં અનુક્રમે 6.2% અને 6.3%ના દરે વિકાસ કરશે. તેનાથી વિપરીત, વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2025માં 2.8% અને 2026માં 3% રહેવાની સંભાવના છે. આ આંકડા ભારતની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાને રેખાંકિત કરે છે.

 

Related News

Icon