22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 નિર્દોષ પર્યટકોની આતંકી હુમલામાં હત્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ હુમલાના જવાબમાં ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ 7 મેના રોજ પાકિસ્તાનના અનેક આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીનો સૌથી મોટો અને આશ્ચર્યજનક ભાગ 10 મેના રોજ પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ પર ભારતનો ચોક્કસ મિસાઈલ હુમલો હતો, જેણે ન માત્ર પાકિસ્તાનની સૈન્ય શક્તિને હચમચાવી દીધી, પરંતુ તેના પરમાણુ હથિયારોની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા. આ હુમલા બાદ 10 મેની સાંજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી. પરંતુ આ યુદ્ધવિરામ પાછળ નૂર ખાન એરબેઝનો વિનાશ અને પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ સેન્ટર પર રહેલા ખતરાની વાર્તા છુપાયેલી છે.
નૂર ખાન એરબેઝ પર હુમલો, ભારતની વ્યૂહાત્મક ચેતવણી :
નૂર ખાન એરબેઝ, જે અગાઉ ચકલા એરબેઝ તરીકે ઓળખાતું હતું, તે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર રાવલપિંડીમાં આવેલું છે. આ પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય લોજિસ્ટિક હબ છે, જે વીઆઈપી મૂવમેન્ટ, ટોહી મિશન અને લાંબા અંતરની મિસાઈલોના સંચાલનનું કેન્દ્ર છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ એરબેઝ પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન (SPD) અને નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) ના મુખ્યાલયની નજીક છે, જે દેશના લગભગ 170 પરમાણુ હથિયારોની સુરક્ષા અને સંચાલનની જવાબદારી સંભાળે છે.

10 મેની રાત્રે ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઈલોનો ઉપયોગ કરીને નૂર ખાન એરબેઝ પર ચોક્કસ હુમલો કર્યો. આ હુમલો એટલો ઘાતક હતો કે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તેને ટ્રેક કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. હુમલામાં એરબેઝનું મહત્ત્વનું માળખું નષ્ટ થઈ ગયું, અને પાકિસ્તાની સેનામાં હડકંપ મચી ગયો. આ હુમલાએ પાકિસ્તાનને એહસાસ કરાવ્યો કે ભારતની મિસાઈલો તેના સૌથી સંવેદનશીલ સૈન્ય ઠેકાણાઓ સુધી પહોંચી શકે છે.

પરમાણુ કમાન્ડ સેન્ટર પર ખતરો
નૂર ખાન એરબેઝથી થોડા કિલોમીટરના અંતરે આવેલું પાકિસ્તાનનું પરમાણુ કમાન્ડ સેન્ટર આ હુમલાની ઝપટમાં આવી ગયું હતું. અહેવાલો મુજબ, આ હુમલો ભારત તરફથી એક વ્યૂહાત્મક સંદેશ હતો કે તે પાકિસ્તાનના પરમાણુ કમાન્ડને 'ડિકેપિટેટ' (નિષ્ક્રિય) કરવાની ક્ષમતા ધરાવે છે. એક ભૂતપૂર્વ અમેરિકી અધિકારીએ જણાવ્યું, "પાકિસ્તાનની સૌથી મોટી ચિંતા એ હતી કે ભારત તેની પરમાણુ કમાન્ડને નષ્ટ ન કરે. નૂર ખાન પરનો હુમલો આ દિશામાં પ્રથમ પગલું હોઈ શકે."

અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે જો ભારતની બ્રહ્મોસ મિસાઈલ 1-2 કિલોમીટર વધુ ચોક્કસ નિશાનો લગાવે, તો પાકિસ્તાનના પરમાણુ હથિયારોના ભંડારમાં વિસ્ફોટ અને રેડિયેશનની સ્થિતિ સર્જાઈ શકે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી થઈ નથી અને ભારત તરફથી આવી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં, આ હુમલાએ પાકિસ્તાનના સૈન્ય અને રાજકીય નેતૃત્વમાં ભય પેદા કર્યો. કેટલાક સમાચારો અનુસાર, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે તાત્કાલિક NCAની બેઠક બોલાવી હતી, જે પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે નિર્ણય લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે. જોકે, બાદમાં પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો કે આવી કોઈ બેઠક થઈ નથી.
Poll