પહેલગામ આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને બદલો લીધો છે. Operation Sindoor હેઠળ કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સૈન્યએ આતંકીઓના ઠેકાણાઓને નેસ્તાનાબૂદ કરવામાં આવ્યા હતા. જેને લઈને ભુજના ભીડગેટ પાસે ઉજવણીનો માહોલ જામ્યો છે. મુસ્લિમ સમાજના યુવાનોએ ફટાકડા ફોડી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.

