Home / World : Discussion on India-Pakistan conflict also held in British Parliament

બ્રિટિશ સંસદમાં પણ થઈ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ચર્ચા, બંને દેશોને તણાવ ઓછો કરવાની કરી અપીલ

બ્રિટિશ સંસદમાં પણ થઈ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર ચર્ચા, બંને દેશોને તણાવ ઓછો કરવાની કરી અપીલ

પહેલગામ હુમલા અને તેના વળતા પ્રહાર સમાન ભારતે હાથ ધરેલા 'ઓપરેશન સિંદૂર' પછી બંને દેશો વચ્ચે વધેલી તંગદિલી સંદર્ભે બ્રિટનની પાર્લામેન્ટમાં વ્યાપક ચર્ચા થઈ હતી, જેમાં દરેક પક્ષો ભાગ લીધો હતો અને ચર્ચાની ફલશ્રૃતિ તે હતી કે તમામ પક્ષોએ બંને દેશોને તંગદિલી ઘટાડવા અપીલ કરી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલે ત્રાસવાદીઓએ અચાનક હુમલો કરી 26 નિર્દોષ સહેલાણીઓને માર્યા પછી ભારતે વળતા પ્રહારરૂપે બુધવારે (7 મે) ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરી પીઓકે અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલી કુલ 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યા પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે.

આ અંગે બુધવારે આમસભા (હાઉસ ઓફ કોમન્સમાં) વિદેશ મંત્રી હામીશ ફલ્લકનરે તે અંગેની ચર્ચા શરૂ કરી હતી. જેમાં વડાપ્રધાન કીટ સ્ટારમૈર પહેલા કરેલું સૂચી જેમાં મુદ્દાઓના ઉકેલ માટે બંને દેશોને મંત્રણા આપવા અને રાજદ્વારી ગતિવિધિ હાથ ધરવા અનુરોધ કરાયો હતો. તે કથનને ફાલ્કનેરે દોહરાવ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે, "આ મુદ્દો પેઢીઓથી ઈંગ્લેન્ડમાં સ્થિર થયેલા ભારતીયો અને પાકિસ્તાનીઓને સીધી રીતે સ્પર્શે છે. તેથી ભારત અને પાકિસ્તાન બંનેને આ પ્રશ્નો ઉકેલ લાવવા તત્કાલ મંત્રણા હાથ ધરવી જ જોઈએ અને રાજદ્વારી માર્ગે તેનો ઉકેલ લાવવો જોઈએ. અમે બંને પક્ષોને શાંતિ રાખવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા તેમજ નાગરિકોના રક્ષણ માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કરીએ છીએ."

ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષ કોન્ઝર્વેટીવ્ઝના સભ્ય અને શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે ભારપૂર્વક કહ્યું હતું કે, "ભારતને પોતાના રક્ષણ માટે પૂરતાં પગલાં લેવાનો પૂરેપૂરો અધિકાર છે, અને આતંકવાદીઓ તથા તેમના આશ્રય સ્થાનોનો નાશ કરવાનો પણ સંપૂર્ણ અધિકાર છે. તેઓ માત્રને માત્ર હિંસાચાર ફેલાવે છે. અનેકને મારી નાખે છે સાથે ભારતની સલામતી ઉપર પણ ખતરો ઊભો કરે છે."

સાંસદ પ્રીતિ પટેલે આગળ કહ્યું, "પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ ભારત અને પશ્ચિમના હિતો માટે ભયજનક બની રહ્યા છે. તે એ દેશ છે કે જ્યાં ઓસ્મા બિન લાદેનને છુપાવવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓ દ્વારા ભારતમાં ફેલાવવામાં આવતા આતંકી કૃત્યોનો ઈતિહાસ ઘણો લાંબો છે. આ સંયોગોમાં બ્રિટન ભારતને ચોક્કસ પ્રકારની કોઈ સહાય કરી શકે તેમ છે?"

તેઓએ પૂછ્યું, જ્યારે લેબર સાંસદ જસ સથવાલે તો સ્પષ્ટ કહ્યું હતું કે, "હું બરોબર જાણું છું કે બેમાંથી એક પણ દેશ પાછા પગલાં નહીં જ ભરે મારા માતા-પિતા પાકિસ્તાનમાં જ જન્મ્યા હતા. હું બંને દેશોને જાણું છું તેથી આ કહું છું." જ્યારે ટોરી પાર્ટી (કોન્ઝર્વેટિવ્સ) ના સાંસદ બોબ બ્લેકમેને તો પાકિસ્તાનમાંથી તમામ ત્રાસવાદી છાવણીઓને સાફ કરી નાખવા અનુરોધ કર્યો હતો.

Related News

Icon