Home / World : Iran created a stir without firing a missile

ઈરાને મિસાઈલ ઝિંક્યા વગર જ મચાવ્યો ખળભળાટ, વિશ્વભરનું વધાર્યું ટેન્શન; જાણો શું છે મામલો

ઈરાને મિસાઈલ ઝિંક્યા વગર જ મચાવ્યો ખળભળાટ, વિશ્વભરનું વધાર્યું ટેન્શન; જાણો શું છે મામલો

ઈઝરાયલની હુમલાનો સામનો કરી રહેલા ઈરાન પર અમેરિકાએ ભયાનક હુમલો કર્યો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તેણે સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ઈરાનના ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાનના પરમાણુ સ્થળોનો નાશ કરી દીધો છે. ઈઝરાયલ-અમેરિકાના હુમલા બાદ યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની સંભાવનાઓ વધી ગઈ છે. ઈરાને હુમલાનો બદલો લેવાની અમેરિકાને ધમકી આપી છે. બીજી તરફ ઈરાની સંસદે એક ચોંકાવનારો નિર્ણય લીધો છે અને ભારત, પાકિસ્તાન, ચીન સહિતના દેશોનું ટેન્શન વધારી દીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

...તો ક્રૂડ કિંમતો પહોંચી જશે આસામાને

વાસ્તવમાં ઈરાની સંસદમાં હોર્મુજ સ્ટ્રેટ બંધ કરવા માટે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય લેવાનો છે, જો તેઓ પ્રસ્તાવ પાસ કરી દેશે તો વિશ્વભરમાં ખળભળાટ મચી જશે. હોર્મુજ સ્ટેટ બંધ થવાથી ક્રૂડની કિંમતો આસામાને પહોંચી જશે.

હોર્મુજ સ્ટ્રેટ બંધ થશે તો વિશ્વભરની વધશે મુશ્કેલી

રિપોર્ટ મુજબ વિશ્વભરમાં હોર્મુજ સ્ટ્રેટ પરથી 20 ટકા ક્રૂડ ઓઈલ અન્ય દેશોમાં પહોંચાડમાં આવે છે. આમાંથી મોટાભાગનું ક્રૂડ એશિયાઈ દેશોમાં જાય છે. આ રુટ પરથી માત્ર ક્રૂડ જ નહીં, ગેસ અને ટ્રાન્સ્પોર્ટેશન પણ થાય છે. એશિયાઈ દેશો દ્વારા મધ્ય-પૂર્વના દેશોમાં જે નિકાસ કરવામાં આવે છે, તે આ રૂટથી જ ત્યાં પહોંચે છે. ભારત, પાકિસ્તાન અને ચીન પણ આ જ રૂટનો ઉપયોગ કરીને આયાત અને નિકાસ કરતા હોય છે. જાણકારોનું કહેવું છે કે, જો હોર્મુજ સ્ટ્રેટ બંધ કરવામાં આવશે તો અમેરિકા ફરી કડક કાર્યવાહી કરી શકે છે.

ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધવાના એંધાણ

એશિયાની જેમ ભારત પોતાની જરૂરીયાતનું મોટાભાગનું ક્રૂડ મધ્ય-પૂર્વ દેશોમાંથી ખરીદે છે. ભારતનું 50 ટકા ક્રૂડ અને ગેસ હોર્મુજ સ્ટ્રેટમાંથી આયાત થાય છે. ભારત 40 ટકા LPG કતારમાંથી અને 10 ટકા અન્ય ખાડી દેશોમાંથી આયાત કરે છે. આ ઉપરાંત ભારત ઈરાક અને બાકીના ખાડી દેશોમાંથી 21 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. જો ઈરાન હોર્મુજ સ્ટ્રેટનો રૂટ બંધ કરી દેશે તો ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમતો આસમાને પહોંચી શકે છે. એટલું જ નહીં ભારતની આયાત-નિકાસ બંને બંધ થઈ જશે અને ભારતે અન્ય લાંબા રૂટનો ઉપયોગ કરી આયાત-નિકાસ કરવી પડશે, જેના કારણે ખર્ચમાં વધારો થશે.

Related News

Icon