
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ દેશને પ્રથમ વખત સંબોધન કરશે. ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી દેશને પ્રથમ વખત સંબોધન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ હવે પ્રજાજોગ સંબોધન કરશે.
https://twitter.com/ANI/status/1921878214692974773
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.
આજે 12 મે 2025ના રોજ, રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરશે. જેમાં તેઓ ભારત-પાકિસ્તાન તણાવ, ઓપરેશન સિંદૂર અને 10 મેના યુદ્ધવિરામ વિશે વાત કરી શકે છે. તેમણે આતંકવાદ સામે સેનાની સખત કાર્યવાહીની પ્રશંસા પણ કરી શકે છે. પીએમ મોદીએ આતંકવાદ સામે સખત કાર્યવાહીની ખાતરી આપતા કહ્યું હતું કે, "જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અહીંથી ગોળો ચલાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ મિશ્ર છે. X પર કેટલાક યૂઝર્સે મોદીના આક્રમક અભિગમની પ્રશંસા કરી, ખાસ કરીને આતંકવાદ સામેની નીતિને લઈને. ઘણા લોકો એ વાતથી સંમત છે કે ભારતે હવે વાતચીત નહીં, પણ સીધી કાર્યવાહી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, એક યૂઝરે લખ્યું કે હવે શાંતિની વાતો નહીં, પણ સીમા પર જવાબ આપવાનો સમય છે, અને દેશવાસીઓએ એકજૂટ થવું જોઈએ.
પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી.
પહેલગામ હુમલા બાદ પીએમ મોદી સાઉદી પ્રવાસ છોડીને તુરંત ભારત પરત ફર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક ઘટના સ્થળે દોડાવ્યા હતા. ત્યાર બાદ વિપક્ષો સાથે બેઠક અને સેનાની ત્રણેય પાંખના વડાઓ, વિદેશ મંત્રાલય, રક્ષામંત્રાલય અને ગૃહમંત્રાલય સાથે સતત સંકલનમાં રહીને પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને આખરી ઓપ આપ્યો હતો. દેશવાસીઓની માંગ હતી કે આંતકીઓ સામે પીએમ મોદી સખત કાર્યવાહી કરે. પીએમ મોદીએ પણ બિહારમાંથી જાહેરમાં લલકાર્યું હતું કે આતંકીઓ અને આતંકીઓના આકાઓએ વિચાર્યું નહીં હોય તેવી સજા આપીશું.
ત્યાર બાદ પીએમ મોદીની સતત નિગરાનીમાં અને વૈશ્વિક રાજકીય કુટનીતિ સાથે પાકિસ્તાનમાં રહેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. માત્ર 4 દિવસમાં જ પાકિસ્તાને ઘૂંટણીએ પડી ગયું અને અમેરિકાની મધ્યસ્થી થકી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. ત્યારે આજે પીએમ મોદી સમગ્ર દેશવાસીઓને 8 કલાકે સંબોધન કરશે.