વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કહે છે કે, "છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે આજે સાંજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે એક સમજૂતી થઈ હતી. છેલ્લા કેટલાક કલાકોથી પાકિસ્તાન દ્વારા આ સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી ઘૂસણખોરીનો જવાબ આપી રહી છે અને તેનો સામનો કરી રહી છે. આ ઘૂસણખોરી અત્યંત નિંદનીય છે અને પાકિસ્તાન તેના માટે જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ ઘૂસણખોરીને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ."

