India-US Trade Deal: ભારતીય વાણિજ્ય મંત્રાલયની એક ટીમ પ્રસ્તાવિત વેપાર કરાર માટે અમેરિકાની સાથે બીજા તબક્કાના સંવાદ માટે ટૂંક સમયમાં વોશિંગ્ટન જશે. આ યાત્રા દરમ્યાન દ્વીપક્ષીય વેપાર કરારના વચગાળા અને પ્રથમ તબક્કાનો સંવાદ થશે. યાત્રાની તારીખો હજી નક્કી નથી થઈ. છતાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય દળ આવતા અઠવાડિયે વોશિંગ્ટન જાય તેવી શક્યતા છે.

