
ઇંગ્લેન્ડે ભારત સામે બીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી છે. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચની પોતાની ટીમમાં કોઇ ફેરફાર કર્યો નથી. મહત્ત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. જોફ્રા આર્ચરના સમાવેશની શક્યતા હતી પણ ટીમે કોઇ બદલાવ કર્યો નથી.
બીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડની ટીમ
ઝેક ક્રોઅલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટ કીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બશીર
https://twitter.com/englandcricket/status/1939670749603910117
મેચ પ્રિડિક્શન
એજબેસ્ટનના મેદાન પર અત્યાર સુધી કૂલ 56 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 18 અને પડકારનો પીછો કરનારી ટીમ 23 વખત જીતી છે. અત્યાર સુધી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે કૂલ 137 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાંથી 35 વખત ભારત અને 52 વખત ઇંગ્લેન્ડની ટીમ જીતી છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 8 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાં 7 વખત ઇંગ્લેન્ડનો વિજય થયો છે જ્યારે એક મેચ ડ્રો રહી છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, કરૂણ નાયર, રવિન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ