Home / India : 13 questions to Mahua Moitra's Madhabi Buch on Hindenburg Report

હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે TMC સાંસદ મહુઆ મોઈત્રાના માધબી બુચને 13 સવાલ, મોદી સરકારને પણ ઘેરી

હિંડનબર્ગ રિપોર્ટ મુદ્દે TMC સાંસદ મહુઆ મોઈત્રાના માધબી બુચને 13 સવાલ, મોદી સરકારને પણ ઘેરી

અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે નવો રિપોર્ટ જાહેર કરી સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર અદાણી સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી સીતારમણ અને SEBI સામે કેટલાક સવાલો કર્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરથી સાંસદ મોઇત્રાએ પોતાના X હેન્ડલ પર સેબી ચેરપર્સન માધબી પુરી બુચને 13 સવાલ પુછ્યા છે. આ સવાલોમાં તેમણે સેબી ચેરપર્સનને નાણાકીય સંબંધો અને વ્યવહારો, વિશેષરૂપે અદાણી ગ્રુપ સંબંધે સ્પષ્ટતાની માગ કરી છે. તેમણે સેબી ચેરપર્સનના કથિત નાણાકીય લેવડ-દેવડના વિવિધ પાસાઓનો પણ સમાવેશ કર્યો છે. જેમાં વિનોદ અદાણીથી જોડાયેલા ફંડ્સમાં રોકાણ, અગોરા પાર્ટનર્સ સાથે સંબંધ અને સેબીના કાયમી સભ્ય રૂપે કાર્ય કરતી વખતે સંભવિત હિતોનો ઉલ્લેખ કર્યો છે.

મોદી સરકારને પણ આડેહાથ લીધી

મહુઆ મોઇત્રાએ સેબી ચેરપર્સન સાથે મોદી સરકાર પર નિશાન સાધતાં પુછ્યું કે, પ્રિય નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિર્મલા સીતારમણ, શું માધબી પુરી બુચે કેબિનેટ કમિટિમાં નિયુક્ત કરતા પહેલા અપારદર્શક ઓફશોર ફંડમાં પોતાની માલિકીનો ખુલાસો કર્યો હતો? શું આ તેમની આઇબી રિપોર્ટમાં હતું? કૃપા કરીને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આ બાબતે પુષ્ટિ કરે.

મહુઆ મોઇત્રાએ સેબી ચેરપર્સનને કરેલા 13 સવાલ

1- શું તમે 2015માં IPEplus Fund 1માં રોકાણ કર્યું હતું, જે ગ્લોબલ ડેવલોપમેન્ટ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ભાગ છે. જે વિનોદ અદાણીએ ઉપયોગ કરેલા ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ભાગ છે?

2- તમે આ ફંડમાં હિસ્સો લેવાનું ક્યારે બંધ કર્યું?

3- શું અદાણી એન્ટરપ્રાઇઝ/ અદાણી પાવરના પૂર્વ ડાયરેક્ટર અનિલ આહુજા આ ફંડના ભાગ હતા?

4- જ્યારે તમે સેબીના કાયમી સભ્ય હતા, ત્યારે શું તમે સેબીને તમારા માલિકીનો હિસ્સો જાહેર કર્યો હતો?

5- જ્યારે તમે સેબીના કાયમી ડાયરેક્ટર હતા, તે સમયે સિંગાપુરમાં અગોરા પાર્ટનર્સ કે ભારતમાં અગોરા પાર્ટનર્સમાં શેર હોલ્ડિંગ કર્યું હતું?

6- શું તમે આ શેર હોલ્ડિંગ અને પ્રાપ્ત આવકનો ખુલાસો કર્યો હતો?

7- કઇ સંસ્થાઓેએ અગોરાને બિઝનેસ આપ્યો?

8- શું તમે 2022માં અગોરામાં પોતાની ભાગીદારી પોતાના પતિને વેચી/ટ્રાન્સફર કરી?

9- કઇ સંસ્થાઓ અગોરા સિંગાપુર કે અગોરા ઇન્ડિયાને કામ આપી રહી છે?

10- શું તમે સેબીને જણાવ્યું હતું કે તમારા પતિ બ્લેકસ્ટોનમાં સામેલ થયા છે જે REIT ઇકોસિસ્ટમના સૌથી મોટા હિતધારકોમાંથી એક છે?

11- તમે વ્યક્તિગત રૂપે અથવા સમૂહ રૂપે અદાણી ગ્રુપ કે બ્લેકસ્ટોન જેવા સંગઠનના લોકો સાથે કેટલી સીધી બેઠકો કરી, જેમાં અદાણી કે બ્લેકસ્ટોન ભાગીદાર હોય?

12-  શું તમે સમિતિ કે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે જે ફંડોની તપાસ કરવાનું કામ તમને સોંપવામાં આવ્યું છે, તે હકિકતમાં એ જ સંસ્થાનો ભાગ છે જેમાં તમે રોકાણ કર્યું હતું?

13- શું તમે પોતાને તપાસથી અલગ કર્યા હતા?

Related News

Icon