Home / India : 18 killed in stampede at New Delhi railway station

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 18ના મોત, બિહારના 9, દિલ્હીના 8 અને હરિયાણાનો 1 વ્યક્તિ

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 18ના મોત, બિહારના 9, દિલ્હીના 8 અને હરિયાણાનો 1 વ્યક્તિ

શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 5 બાળકોનો સમાવેશ થાય છે. આમાંથી, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના અને એક હરિયાણાના છે. આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે પ્લેટફોર્મ 13 અને 14 પર બની હતી. ઘટના સમયે, પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે હજારો શ્રદ્ધાળુઓ સ્ટેશન પર એકઠા થઈ રહ્યા હતા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

18 લોકોના ભાગદોડમાં મોત 

ઘટનાની માહિતી મળતાં જ દિલ્હીના એલજી વીકે સક્સેના અને ભૂતપૂર્વ સીએમ આતિશી ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. અગાઉ, રેલવે પોલીસ અને દિલ્હી પોલીસે ઘાયલોને LNJP અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

મૃતકોના નામ

૧. આહા દેવી (૭૯ વર્ષ), રવિંદી નાથના પત્ની, બિહારના બક્સરના રહેવાસી.
૨. પિંકી દેવી (૪૧ વર્ષ), ઉપેન્દ્ર શર્માની પત્ની, દિલ્હીના સંગમ વિહારના રહેવાસી.
૩. શીલા દેવી (૫૦ વર્ષ), ઉમેશ ગિરીના પત્ની, સરિતા વિહાર, દિલ્હીના રહેવાસી.
૪. વ્યોમ (૨૫ વર્ષ), ધર્મવીરનો પુત્ર, બવાના, દિલ્હીનો રહેવાસી.
૫. પૂનમ દેવી (૪૦ વર્ષ), મેઘનાથના પત્ની, બિહારના સારણના રહેવાસી.
૬. લલિતા દેવી (૩૫ વર્ષ), સંતોષના પત્ની, બિહારના પરાના રહેવાસી.
૭. સુરુચી (૧૧ વર્ષ), બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી મનોજ શાહની પુત્રી
૮. કૃષ્ણા દેવી (૪૦ વર્ષ), બિહારના સમસ્તીપુરના રહેવાસી વિજય શાહના પત્ની
9. વિજય સાહ (15 વર્ષ), રામ સરૂપ સાહનો પુત્ર, સમસ્તીપુર, બિહારનો રહેવાસી.
૧૦. નીરજ (૧૨ વર્ષ), ઇન્દ્રજીત પાસવાનનો પુત્ર, વૈશાલી, બિહારનો રહેવાસી.
૧૧. શાંતિ દેવી (૪૦ વર્ષ), બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીના પત્ની
૧૨. પૂજા કુમાર (૮ વર્ષ), બિહારના નવાદાના રહેવાસી રાજ કુમાર માંઝીની પુત્રી.
૧૩. સંગીતા મલિક (૩૪ વર્ષ), મોહિત મલિકના પત્ની, ભિવાની, હરિયાણાના રહેવાસી.
૧૪. પૂનમ (૩૪ વર્ષ), દિલ્હીના મહાવીર એન્ક્લેવના રહેવાસી વીરેન્દ્ર સિંહના પત્ની.
૧૫. મમતા ઝા (૪૦ વર્ષ), વિપિન ઝાના પત્ની, દિલ્હીના નાંગલોઈના રહેવાસી.
૧૬. રિયા સિંહ (૭ વર્ષ), દિલ્હીના સાગરપુરના રહેવાસી ઓપિલ સિંહની પુત્રી.
૧૭. બેબી કુમારી (૨૪ વર્ષ), દિલ્હીના બિજવાસનના રહેવાસી પ્રભુ શાહની પુત્રી.
૧૮. મનોજ (૪૭ વર્ષ), પંચદેવ કુશવાહાના પુત્ર, દિલ્હીના નાંગલોઈના રહેવાસી.

ભીડ ખૂબ વધારે હતી

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ભીડ ખૂબ વધારે હતી. લોકો (ફૂટઓવર) બ્રિજ પર ભેગા થયા હતા. આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી. મેં તહેવારોમાં પણ રેલ્વે સ્ટેશન પર આટલી ભીડ જોઈ નથી. વહીવટીતંત્રના લોકો અને NDRFના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા, પરંતુ જ્યારે ભીડ મર્યાદાથી વધી ગઈ, ત્યારે તેમને કાબુમાં લેવાનું અશક્ય બની ગયું.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોને મળ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં 20 થી 25 લોકો દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે. અમારો પ્રયાસ છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી ઘરે મોકલવામાં આવે. દિલ્હી પોલીસ પણ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવે છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યુ હતું. રાજનાથ સિંહે કહ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડના કારણે થયેલા મોતથી હું દુઃખી છું. આ ક્ષણે મારી સંવેદના મૃતકોના પરિવારની સાથે છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના. 

તો બીજી બાજુ વીક સક્સેનાએ લખ્યું, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર  લોકોના મૃત્યુ થયા તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ચીફ સેક્રેટરી અને પોલીસ કમિશ્રનરને ઘટનાસ્થળે ઉપસ્થિત રહેવાના આદેશ આપી દેવાયા છે અને તમામ

Related News

Icon