
મધ્યપ્રદેશના ઈન્દોરમાં 20 મુસ્લિમોએ એકસાથે ધર્મપરિવર્તન કરીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. ઈન્દોરના એ જ ખજરાના ગણેશ મંદિરમાં સામૂહિક ધર્મ પરિવર્તન થયું હતું જ્યાં એપ્રિલમાં 8 મુસ્લિમોએ સનાતન ધર્મ અપનાવ્યો હતો. આ મંદિરમાં ધર્મ પરિવર્તન માટે વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્દોરના ખજરાના મંદિરમાં મુસ્લિમ સમુદાયના 20 લોકોએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરનારાઓમાં 12 પુરુષો અને 8 મહિલાઓનો સમાવેશ થાય છે. શુક્રવારે ખજરાના ગણેશ મંદિરે પહોંચેલા લઘુમતી સમાજની મહિલાઓ અને પુરૂષોએ ધાર્મિક વિધિ મુજબ સનાતન ધર્મ અપનાવ્યો હતો. ધર્મ પરિવર્તન કરનારા લોકોમાં એક ઈન્દોરના ખજરાના વિસ્તારનો નાગરિક છે અને બાકીના અન્ય જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે.
ધર્મ પરિવર્તન કરતા પહેલા આ તમામ વ્યક્તિઓએ હિંદુ ધર્મ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી તેનો અભ્યાસ કર્યા બાદ જ તે અપનાવવાનો નિર્ણય કર્યો હતો. ખજરાના ગણેશ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે આ લોકોની ઘરવાપશી કરાવાઈ હતી. ખજરાના મંદિરે આવતા પહેલા તમામને પાટીદાર સમાજની ધર્મશાળામાં પંડિતોએ ગૌમૂત્ર, માટી અને 10 નદીઓના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું હતું. ત્યારબાદ ભગવા કપડા પહેરાવી ખજરાના મંદિરમાં લાવવામાં આવ્યા હતા. અહીં ધાર્મિક વિધિઓ - અનુષ્ઠાન કરાવીને તેમનો ધર્મ બદલવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે, આ મંદિરમાં 27 એપ્રિલે 8 મુસ્લિમોએ સનાતન ધર્મ અપનાવ્યો હતો. ખજરાના રહેવાસી હૈદરે પોતાનું નામ બદલીને હરી કરી દીધું હતું. હરિના ધર્મ પરિવર્તનના બે દિવસ બાદ અજાણ્યા શખ્સોએ તેના ઘર પર પથ્થરમારો કર્યો હતો.
ધર્મ પરિવર્તન સાથે આ લોકોની ઓળખ બદલાઈ
- નિલોફર શેખથી નિકિતા
- અક્ષન શેઠથી આકાંશા
- રઝાક સૈયદથી રોહિત
- અંજુમ શાહથી આરતી
- અબરારથી અભિષેક
- મુબારિકથી મનીષ
- જમીલા બી થી જમનાબાઈ
- રહેમાનથી હીરાલાલ
- રઈસથી રાજુ
- રઈસ ખાનથી અર્પિત
- સૂરયા બી થી પૂજા
- મેહરૂન બી થી મમતા
- કાલુ ખા થી કરુલાલ
- રૂકાયાથી રૂકમણી
- ઝરીના બી થી જહાન્વી
- ઝાકિરથી રાહુલ
- રઝિયા થી રાની
- શમીમ શાહથી શાનૂ