Home / India : 5 people died of Corona in the last 24 hours in the country,

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

દેશમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાથી 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર

ભારતમાં કોરોનાનો પ્રકોપ એકવાર ફરી એકવાર વધી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ચૂકી છે. ગત 24 કલાકમાં પાંચ લોકોના મોત થયા. કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ 1416 નવા નોંધાયા છે. બીજા નંબરે મહારાષ્ટ્ર છે, જ્યાં 494 અને ગુજરાતમાં 397 નવા કેસ નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 512 લોકો સાજા થયા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જે રાજ્યોમાં કોરોનાથી મોત થયા છે, તેમાં કેરળ, તમિલનાડુ, બંગાળ અને મહારાષ્ટ્ર સામેલ છે. કેરળ, તમિલનાડુ અને બંગાળમાં એક-એક જ્યારે મહારાષ્ટ્રમાં બે લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં બે મહિલાઓના મોત થઈ ગયા. જેમાંથી એકની ઉંમર 70 જ્યારે બીજાની ઉંમર 73 વર્ષ હતી. ડાયબેટિક અને હાયપરટેન્શનથી પીડિત હતી.

તમિલનાડુમાં 69 વર્ષની એક મહિલાનું મોત થઈ ગયા. આ ડાયબેટિક અને પાર્કિનસન્સથી પીડિત હતા. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 43 વર્ષની મહિલાનો જીવ ગયો. તેઓ પણ અનેક બીમારીઓથી પીડિત હતા. કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત સિવાય દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યાં સંક્રમણની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા કેસ?

 

રાજ્ય નવા કેસ
કેરળ 1416
મહારાષ્ટ્ર 494
ગુજરાત 397
દિલ્હી 393
બંગાળ 372
કર્ણાટક 311
તમિલનાડુ 215
ઉત્તરપ્રદેશ 138

 

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 30થી વધુ થઈ ચૂકી છે. મોતના મામલે કેરળ અને મહારાષ્ટ્રથી વધુ છે. ત્યારે, 24 કલાકમાં 500થી વધુ લોકો સાજા થઈ ગયા. દેશમાં અત્યાર સુધી 2000 દર્દી સાજા થઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા.

Related News

Icon