Home / India : 70 incidents of paper leaks in the country in 7 years

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા: દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, 1.7 કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી અસર

વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા: દેશમાં 7 વર્ષમાં પેપર લીકની 70 ઘટના, 1.7 કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી અસર

હાલમાં નીટ સહિતની કેટલીક રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓના પેપર લીકના આરોપો લાગી રહ્યા છે, વિદ્યાર્થીઓ અને વિપક્ષ દ્વારા આ મુદ્દે દેખાવ થઇ રહ્યા છે. જોકે પેપર લીક થવા એક મોટી સમસ્યા બનતી જાય છે. વિવિધ રિપોર્ટ મુજબ છેલ્લા સાત વર્ષમાં 15 જેટલા રાજ્યોમાં પેપર લીકના 70 જેટલા કેસો સામે આવી ચુક્યા છે. જેની અસર આશરે 1.7 કરોડ પરીક્ષાર્થીઓ પર જોવા મળી છે.    

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ રાજ્યોમાં સૌથી વધુ કેસો

પેપર લીક થવાના કેસો પર નજર કરીએ તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં આવા કેસો સૌથી વધુ જોવા મળ્યા છે. પેપર લીકનો મામલો ચૂંટણી સમયે પણ બહુ જ ચર્ચામાં રહ્યો હતો. રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા હતા, જોકે ચૂંટણી પૂર્ણ થતા જ મુદ્દો ચર્ચામાંથી ગાયબ થઇ જતો પણ જોવા મળ્યો હતો. 

ગુજરાતમાં સાત વર્ષમાં પેપર લીકની 14 ઘટનાઓ સામે આવી 

પેપર લીકની ઘટનાઓ માત્ર મુખ્ય ભરતી પરીક્ષા જ નહીં હાયર એજ્યુકેશનની પરીક્ષાઓ અને સ્કૂલની પરીક્ષાઓમાં પણ સામે આવી ચુકી છે. જેમ કે બિહાર બોર્ડનું ધોરણ 10નું પેપર છ વખત લીક થઇ ચુક્યું છે. પશ્ચિમ બંગાળમાં રાજ્ય બોર્ડની પરીક્ષાનું પેપર સાત વર્ષમાં 10 વખત લીક થઇ ચુક્યું છે. તામિલનાડુમાં ધોરણ 10 અને 12નું પેપર બે વર્ષ પહેલા લીક થયું હતું. રાજસ્થાનમાં વર્ષ 2015થી 2023 દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાની 14 ઘટના સામે આવી ચુકી છે. ગુજરાતમાં પણ સાત વર્ષ દરમિયાન પેપર લીક થવાની 14 જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે, તેમ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 2017થી 2024 દરમિયાન પેપર લીક થવાની નવ ઘટના સામે આવી હતી. 

Related News

Icon