Home / India : A massive collision between a sedan and a pickup truck : 8 people died in a tragic accident

Pune Accident::ફૂલ સ્પીડે આવતી સેડાન અને પિકઅપ ટ્રક વચ્ચે જોરદાર ટક્કર : 8 લોકોના દર્દનાક મોત

Pune Accident: મહારાષ્ટ્રના પૂણેમાં બુધવારે (18 જૂન) મોડી રાત્રે અકસ્માત થયો હતો. અહીં જેજૂરી મોરગાંવ રોડ પર એક તેજ રફ્તાર સેડાન અને પિકઅપ ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે અને પાંચ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. પૂણે ગ્રામીણના એસપી સંદીપ સિંહ ગિલે આ વિશે જાણકારી આપી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું હતી ઘટના? 

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત જેજુરી-મોરગાંવ રોડ પર થયો હતો. પૂણેથી મોરગાંવ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કાર જેજુરીખી મોરગાંવ જઈ રહી હતી. આ દરમિયાન કારે શ્રીરામ ઢાબા સામે એક પિકઅપ ટેમ્પો સાથે ટક્કર મારી. કારમાં સવાર ચાર પુરૂષ અને એક મહિલા તેમજ પિકઅપ ચાલક અને ટ્રક પાસે ઊભેલા બે અન્ય લોકોના મોત નિપજ્યા છે. હાલ, આ મામલે તપાસ ચાલી રહી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. 

કારચાલકે મારી ટક્કર

ઘટનાસ્થળ પાસેથી મળતી માહિતી મુજબ, શ્રીરામ હોટેલની બહાર જ્યારે પિકઅપ ટેમ્પોમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો, ત્યારે પાછળથી કારે જોરદાર ટક્કર મારી. અકસ્માત થતા જ ઘટનાસ્થળે ભીડ ભેગી થવા લાગી. પોલીસે પહોંચીને મૃતદેહો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા. બાદમાં ક્રેન બોલાવીને, કાર અને પિકઅપને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા.

 

Related News

Icon