Home / India : A person got burnt outside the Parliament House

સંસદ ભવનની બહાર શખ્સનું અગ્નિસ્નાન, હોસ્પિટલમાં ખસેડાયો

સંસદ ભવનની બહાર શખ્સનું અગ્નિસ્નાન, હોસ્પિટલમાં ખસેડાયો

સંસદ ભવન પાસે એક વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવી દીધી છે. પોલીસને સ્થળ પરથી પેટ્રોલ પણ મળી આવ્યું હતું. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસમાં વ્યસ્ત છે. પોતાની જાતને આગ લગાડનાર વ્યક્તિ ખરાબ રીતે દાઝી ગયો છે. તમને જણાવી દઈએ કે પોલીસને સ્થળ પરથી પેટ્રોલ પણ મળી આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વ્યક્તિએ આવું શા માટે કર્યું તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

સ્થળ પરથી અડધી બળી ગયેલી નોટ મળી આવી

સ્થળ પરથી અડધી બળેલી 2 પાનાની નોટ મળી આવી હતી. પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે. તમને જણાવી દઈએ કે ઘટના બાદ તરત જ ઘાયલને ધાબળોથી ઢાંકી દેવામાં આવ્યો હતો.

રેલ ભવન પાસે આગ લગાવી, પછી સંસદ તરફ દોડ્યો

પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ રેલ ભવન પાસેના પાર્કમાં પોતાની જાતને આગ લગાવી દીધી હતી. જે બાદ તે સંસદ ભવન તરફ ભાગવા લાગ્યો હતો.

 


Icon