Home / India : a women found human finger in an ice cream ordered online, know in which city this incident took place

ઓનલાઇન ઓર્ડર કરેલા આઇસક્રીમમાંથી નીકળી માણસની કપાયેલી આંગળી, જાણો કયા શહેરમાં બની આ ઘટના

ઓનલાઇન ઓર્ડર કરેલા આઇસક્રીમમાંથી નીકળી માણસની કપાયેલી આંગળી, જાણો કયા શહેરમાં બની આ ઘટના

મુંબઈના મલાડ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ દાવો કર્યો છે કે, આઇસક્રીમ કોનની અંદરથી એક વિકૃત માનવ આંગળી મળી આવી છે. મહિલાએ તેની તસવીર શેર કરી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેનું કહેવું છે કે, તેણે આઇસક્રીમ ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસનું કહેવું છે કે, આઇસક્રીમ કોનમાં માનવ શરીરના અંગો છે. વધુ પુષ્ટિ માટે, પોલીસે આઇસક્રીમમાં મળેલી આંગળીને FSLમાં મોકલી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દાવો શું છે?

મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે અડધાથી વધુ આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી, પરંતુ જેવી તેને ખબર પડી કે તેમાં કંઈક ગડબડ છે, તેણે આઈસસ્ક્રીમમાં માણસની એક કપાયેલી આંગળી જોઈ. પોલીસે કહ્યું, "ઓનલાઈન ઓર્ડર કરાયેલ આઈસક્રીમ કોનની અંદર એક મહિલાને માણસની આંગળીનો ટુકડો મળ્યો." જે બાદ મહિલા મલાડ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મલાડ પોલીસે યુમ્મો આઈસક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. આઈસક્રીમમાં મળેલી આ આંગળી એફએસએલ (ફોરેન્સિક)માં મોકલવામાં આવી છે.

જ્યારે ઓર્લેમના રહેવાસી બ્રેન્ડન સેરાવે (27) બુધવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા આઈસક્રીમ કોનનો ઓર્ડર કર્યો, ત્યારે તેને ખ્યાલ નહોતો કે તે એક મોટો ઝડકો અનુભવા જઈ રહીછે. મહિલાએ જણાવ્યું કે, આઈસક્રીમની અંદર લગભગ 2 સેમી લાંબી માણસની આંગળીનો ટુકડો હતો. સેરાવ વ્યવસાયે MBBS ડૉક્ટર છે.

એફપીજેના જણાવ્યા મુજબ, તેની બહેન સવારે ઓનલાઈન ડિલિવરી એપ દ્વારા કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી જ્યારે તેણે તેને ત્રણ બટરસ્કોચ કોન આઈસક્રીમ ઉમેરવા કહ્યું. જ્યારે આઈસક્રીમની ડિલિવરી થઈ ત્યારે તેણે કોન ખોલ્યો અને આંગળીનો ટુકડો બહાર આવ્યો. તેણે આ ઘટના અંગે મલાડ પોલીસને જાણ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આઈસક્રીમ જ્યાં બનાવવામાં આવ્યો હતો અને પેક કરવામાં આવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.

Related News

Icon