
દિલ્હીમાં ભાજપે સરકાર બનતા જ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનો દાવો કર્યો હતો.જોકે, હવે આમ આદમી પાર્ટીએ કટાક્ષ કર્યો છે. દિલ્હીમાં AAPના કાર્યકર્તાઓએ મહિલાઓના ખાતામાં 2500 રૂપિયામાં ત્રણ દિવસનો સમય બાકી હોવાના પોસ્ટર લગાવ્યા છે.
https://twitter.com/AamAadmiParty/status/1897156759833444490
દિલ્હી ચૂંટણીમાં ભાજપે આપ્યુ હતું વચન
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને આકર્ષવા માટે ચૂંટણી ઢંઢેરામાં મહત્ત્વની જાહેરાત કરી હતી. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, જો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવામાં આવશે. હવે દિલ્હીમાં ભાજપની સરકાર બની ગઇ છે અને રેખા ગુપ્તાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.
ભાજપ સરકાર આપી શકે છે મોટી ભેટ
ભાજપ સરકાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે દિલ્હીમાં મહિલાઓને મોટી ભેટ આપી શકે છે. દિલ્હીમાં ભાજપ સરકાર કહી ચુકી છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગ પર મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવાની યોજનાને શરૂ કરી શકે છે.