Home / India : Accident at New Delhi Railway Station, many people injured due to suffocation

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ભારે ભીડના કારણે ગૂંગળામણથી 15 લોકોના મોત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મોટી દુર્ઘટના, ભારે ભીડના કારણે ગૂંગળામણથી 15 લોકોના મોત

પ્રયાગરાજ મહાકુંભ તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, સંગમ કિનારા પર ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. પ્રયાગરાજ જવા માટે દિલ્હી સ્ટેશન પર પણ લોકો ભેગા થાય છે. કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં, કેટલીક અનિચ્છનીય ઘટનાઓ નોંધાઈ છે જેમાં 15 લોકોના મોત થયા છે તથા અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

#

જેમ જેમ પ્રયાગરાજ મહાકુંભ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ પવિત્ર ડૂબકી લગાવવા માટે ભક્તોની મોટી ભીડ સંગમ કિનારે પહોંચી રહી છે. રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં રેલ્વે સ્ટેશનો પર પણ ભીડ જોવા મળી રહી છે. દિલ્હી રેલ્વે સ્ટેશન પર પણ આવું જ દ્રશ્ય જોવા મળે છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા છે. આ દરમિયાન,15 શ્રદ્ધાળુઓ ગૂંગળામણને કારણે મોત થયા છે. અનેક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે વધારાની ટ્રેનો ચલાવવા છતાં સ્ટેશનો પર ભીડ ઓછી થઈ રહી નથી. પ્રયાગરાજ જતી બે ટ્રેનો મોડી ચાલી રહી છે, અને આ જ કારણ છે કે દિલ્હી રેલ્વે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ છે. ભીડ ઓછી કરવા માટે બે વધારાની ટ્રેનો પણ ચલાવવામાં આવી છે. ભીડને કાબુમાં લેવા માટે સુરક્ષા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ અને રેલવે પોલીસની ટીમો સ્ટેશન પર તૈનાત છે.

પ્રયાગરાજ મહાકુંભના તાજેતરના અપડેટ મુજબ, 51.47 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. ફક્ત 15 ફેબ્રુઆરીના રોજ, 1.36 કરોડ લોકો અહીં આવ્યા હતા, અને તેમાંથી આજે કોઈ કલ્પવાસીએ સ્નાન કર્યું નથી. દરમિયાન, સાંજે કુંભ મેળાના સેક્ટર 18-19 વચ્ચે આગની બીજી ઘટના નોંધાઈ હતી.

 

Related News

Icon