Home / India : After Delhi, a 4.0 magnitude earthquake hit Siwan, Bihar

દિલ્હી પછી બિહારના સિવાનમાં 4.0ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

દિલ્હી પછી બિહારના સિવાનમાં 4.0ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

ઉત્તર ભારતમાં એક પછી એક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વહેલી પરોઢે દિલ્હીમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ (4.0)ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડર ફેલાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લોકોમાં ગભરાટ ફેલાયો 

માહિતી અનુસાર ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોવાથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.

ઉલ્લેખનીય છે કે વહેલી સવારે દિલ્હીમાં ભૂકંપ આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરતાં કહ્યું હતું કે દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તમામ લોકોને અમે શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. 

આજે જ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા

આજે જ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાનીની ધરતી થોડીક સેકન્ડો સુધી ધ્રૂજતી રહી. લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. દિલ્હીના ભૂકંપની તીવ્રતા પણ 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર પૃથ્વીથી 5 કિલોમીટરની ઊંડાઈએ દિલ્હી નજીક હતું.

Related News

Icon