
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના એક દિવસ બાદ આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ ચાલુ છે. 2-3 આતંકીઓ બારામુલ્લામાં દાખલ થવાના સમાચાર છે. આ ઘટના બાદ સુરક્ષાદળો એલર્ટ મોડ પર આવી ગયા હતા. અત્યારે ઓપરેશન ચાલુ છે.
બારામુલ્લામાં આતંકીઓનો ઘૂસણખોરીનો પ્રયાસ
આતંકવાદીઓએ સરજીવન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ચિનાર કૉર્પ્સે બુધવાર સવારે જાણકારી આપી છે. 23 એપ્રિલ 2025એ 2-3 આતંકવાદી બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા. TPSની ટીમે જવાબી કાર્યવાહી કરી હતી અન તેમને રોક્યા હતા. જે બાદ ફાયરિંગ શરૂ થયું હતું. ઓપરેશન અત્યારે ચાલુ છે.
પહેલગામમાં 28 લોકોના થયા હતા મોત
કાશ્મીરના પહેલગામ શહેર નજીક મિની સ્વિત્ઝરલેન્ડના નામથી જાણીતા પ્રવાસન સ્થળ બૈસરનમાં એક આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ 2019માં પુલવામામાં થયેલા હુમલા બાદ ઘાટીમાં સૌથી મોટો હુમલો છે. આ આતંકી હુમલામાં બે વિદેશી નાગરિક (સંયુક્ત અરબ અમીરાત અને નેપાળ)ના મોત થયા છે.