Home / India : Age should be determined on the basis of school leaving certificate: SC

આધાર કાર્ડ નહિ પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ઉંમર નક્કી કરવી જોઈએ : સુપ્રીમ કોર્ટની બેંચ

આધાર કાર્ડ નહિ પરંતુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે ઉંમર નક્કી કરવી જોઈએ : સુપ્રીમ કોર્ટની બેંચ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો.  આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ 2015 ની કલમ 94  હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે. 

આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ.19,35,400 ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. 9,22,336 કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર 47 વર્ષની ગણીને 13 નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો. 

અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર 45 વર્ષની હતી અને તે મુજબ 14 નો ગુણાંક લાગુ થવો જોઈએ.

 

Related News

Icon