Home / India : Ajit Pawar Juth's formidable leader in contact with Uddhav group

અજિત પવાર જુથના કદાવર નેતા ઉદ્ધવ જૂથના સંપર્કમાં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCPમાં ભંગાણ?

અજિત પવાર જુથના કદાવર નેતા ઉદ્ધવ જૂથના સંપર્કમાં, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા NCPમાં ભંગાણ?

 મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ NCP જૂથમાં બધુ બરાબર નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા અને અજિત પાવર સાથે મળીને શરદ પવારની પાર્ટી સામે બળવો કરનાર છગન ભુજબળ હવે ભારે નારાજ હોવાની માહિતી સામે આવી છે. તેનું કારણ છે અજિત પવારની પાર્ટી વતી તેમને રાજ્યસભામાં ન મોકલવું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અજિત પવારની પાર્ટીમાં મચી શકે છે હડકંપ 

એવું માનવામાં આવે છે કે તે શિવસેના (UBT) ના સંપર્કમાં છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેના (યુબીટી)ના એક વરિષ્ઠ નેતા ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળને મળ્યા હતા. લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભુજબળ પાર્ટી નેતૃત્વથી નારાજ હોવાના અહેવાલો વચ્ચે આ બેઠક મહત્વની છે.

 

ભુજબળ નારાજ છે 

અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભુજબળ નારાજ છે કેમ કે અજિત પવારે પત્ની સુનેત્રા પવારને બારામતી લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ પણ રાજ્યસભા માટે નોમિનેટ કરી દીધા હતા. રાજ્યના રાજકારણમાં ઓબીસી ચહેરા તરીકે ઓળખાતા કરી રહ્યા હતા.

તેમના સમર્થકોના દબાણ બાદ છગન ભુજબળ અલગ-અલગ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમણે સોમવારે મુંબઈમાં OBC મોરચા 'સમતા પરિષદ'ના નેતાઓની બેઠક પણ બોલાવી હતી અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. જો કે, ભુજબળે પાર્ટીમાં તેમની નારાજગીના દાવાને નકારી કાઢ્યા હતા.

Related News

Icon