Home / India : Al Qaeda threatens India After Operation Sindoor

'મુસ્લિમો પર થતા અત્યાચારોનો બદલો લઇશું',  Operation Sindoor બાદ અલ કાયદાએ ભારતને આપી ધમકી

'મુસ્લિમો પર થતા અત્યાચારોનો બદલો લઇશું',  Operation Sindoor બાદ અલ કાયદાએ ભારતને આપી ધમકી

ભારતના Operation Sindoor બાદ અલ કાયદાએ ભારતને ધમકી આપી છે.અલ કાયદાની AQIS શાખાએ એક નિવેદન જાહેર કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ કે પાકિસ્તાન પર ભારતના હુમલાનો જવાબ આપવામાં આવશે. આ નિવેદન અલ-સહાબ મીડિયા દ્વારા સામે આવ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અલ કાયદાની ભારતને ધમકી

અલ કાયદાની AQIS શાખાએ કહ્યું કે, "6 મે 2025ની રાત્રે ભારતની ભગવા સરકારે પાકિસ્તાનમાં છ જગ્યાઓ પર હુમલો કર્યો છે. ખાસ કરીને મસ્જિદો અને વસ્તીને નિશાન બનાવવામાં આવી છે જેમાં કેટલાક મુસ્લિમો શહીદ અને ઘાયલ થયા છે. અમે અલ્લાહના છીએ અને તેની તરફ જ પરત ફરીશું. અલ્લાહ શહીદોને જન્નતમાં ઉંચુ સ્થાન આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ કરે, આમીન. આ હુમલો ભગવા સરકારના ગુનેગારોની યાદીમાં એક કાળો અધ્યાય છે."

અલ કાયદાએ કહ્યુ કે, "ભારતનો ઇસ્લામ અને મુસલમાનો વિરૂદ્ધ યુદ્ધ નવો નથી, આ વર્ષોથી ચાલતુ રહ્યું છે. ભારત અને કાશ્મીરના મુસલમાનોએ ઘણી પીડા સહન કરી છે. મોદી સરકાર સૈન્ય, રાજકીય, સાંસ્કૃતિક અને મીડિયા દ્વારા ઇસ્લામ અને મુસલમાનોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે."

અલ કાયદાએ ધમકી આપતા કહ્યુ કે, "અમે સ્પષ્ટ કહીએ છીએ કે મુસલમાનો માટે ભારત વિરૂદ્ધ આ જિહાદ છે. અમારી ફરજ છે કે અલ્લાહનું નામ બુલંદ કરો, ઇસ્લામ અને મુસલમાનોની સુરક્ષા કરો અને પીડિત લોકોની મદદ કરો. હવે ઉપખંડના મુસ્લિમોએ તેમના સમર્થનમાં ઉભા રહેવું જોઈએ. અમે શપથ લઈએ છીએ કે અલ્લાહની મદદથી અમે ત્યાં સુધી લડીશું જ્યાં સુધી અમે મુસ્લિમો પર થયેલા તમામ અત્યાચારોનો બદલો ન લઈએ અને અલ્લાહનું નામ બુલંદ ના થાય."

પહેલગામ હુમલાનો ભારતે Operation Sindoor દ્વારા લીધો બદલો

મહત્ત્વપૂર્ણ છે કે 6 મેએ ભારતીય વાયુસેના અને સેનાએ સૈન્ય અભિયાન Operation Sindoorને અંજામ આપ્યો છે, જેની હેઠળ પાકિસ્તાનની અંદર આતંકના અડ્ડાને નિશાન બનાવવામાં આવ્યા. આ વખતે હુમલો માત્ર વાયુસેનાએ જ નહતો કર્યો પણ સેનાની આર્ટિલરી યૂનિટ્સે પણ આધુનિક હથિયાર અને સ્માર્ટ ટેકનિક સાથે યુદ્ધસ્તર પર કાર્યવાહી કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે 1971ના યુદ્ધ બાદ ભારતે પાકિસ્તાનની ધરતી પર મિસાઇલો છોડી હતી. આ સ્ટ્રાઇક મોડી રાત્રે 1 વાગ્યે શરૂ થઇને 1.30 વાગ્યા સુધી ચાલી હતી.

 

Related News

Icon