
Amit Shah Fake Video Case: એક તરફ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી બાજુ ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો શેર કરવાના મામલામાં દિલ્હી પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં પોલીસે અરુણ રેડ્ડી નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. જેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે અરુણ રેડ્ડીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
જોકે, આરોપીએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં આ કેસમાં જામીન અરજી પણ કરી હતી. જેના પર કોર્ટે કેસના તપાસ અધિકારી પાસે જવાબ માંગ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અરુણ 'સ્પિરિટ ઓફ કોંગ્રેસ' નામનું એક્સ એકાઉન્ટ હેન્ડલ કરે છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અરુણ રેડ્ડી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. આ પહેલા કોર્ટે અરુણને ત્રણ દિવસ માટે દિલ્હી પોલીસના IFSO યુનિટની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. અરુણ કુમાર કોંગ્રેસના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી અમિત શાહનો ડીપફેક વીડિયો બનાવવામાં અરુણની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. આ સિવાય આ ફેક વીડિયો શેર કરવામાં તેની ભૂમિકા હોવાની પણ શંકા છે.
https://twitter.com/ANI/status/1787419860432977999