ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભ પહોંચ્યા અને સંગમમાં ડૂબકી લગાવી. આ પ્રસંગે તેમની સાથે સીએમ યોગી, બાબા રામદેવ અને અન્ય સંતો પણ હાજર હતા. પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અમિત શાહ, સીએમ યોગી અને સ્વામી રામદેવના સંગમ સ્થાને ડૂબકી લગાવી સ્નાન કરવાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તેઓ સંગમમાં સ્નાન કરતા જોવા મળે છે.
આ પણ વાંચોઃ 'મારી બહેન સાથે લફરાં બંધ કરી દે..', મોઢેરામાં ઠાકોર યુવકની હત્યા કરી લાશ કેનાલમાં ફેંકનારો ઝડપાયો
અત્યાર સુધી કેટલા લોકોએ સ્નાન કર્યું છે?
જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની શરૂઆતથી લઈને 26 જાન્યુઆરી સુધી 13.21 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે. અમિત શાહના સંગમ સ્નાન પહેલા પણ સીએમ યોગી તેમના મંત્રીમંડળ સાથે મહાકુંભની મુલાકાત લઈ ચૂક્યા છે. આ દરમિયાન સીએમ યોગીએ તેમના મંત્રીઓ સાથે સંગમમાં સ્નાન કર્યું.
https://twitter.com/ANI/status/1883783616964235586
આ સમયે સંગમ સ્નાન પહેલાં સીએમ યોગીએ કેબિનેટ બેઠક પણ યોજી હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં ત્રણ જિલ્લાઓ (બાગપત, કાસગંજ અને હાથરસ) માટે નવી મેડિકલ કોલેજો ખોલવા, પ્રયાગરાજ, વારાણસી, આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બોન્ડ જારી કરવા, યુવાનોને સ્માર્ટફોન, ટેબ્લેટ આપવા, બુંદેલખંડ એક્સપ્રેસવેને ગંગા એક્સપ્રેસવે સાથે જોડવા, ચિત્રકૂટને ગંગા એક્સપ્રેસવે સાથે જોડવાનો સમાવેશ થાય છે. મહાકુંભને ધ્યાનમાં રાખીને નવી એરોસ્પેસ સંરક્ષણ નીતિ બનાવવી અને પ્રયાગરાજનો વિકાસ, યમુના નદી પર બીજો સિગ્નેચર બ્રિજ પણ સામેલ છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ 26 જાન્યુઆરીએ મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા અને સંગમમાં સ્નાન કર્યું હતું. આનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. અખિલેશના આ સ્નાનની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી હતી. વાસ્તવમાં અખિલેશ યાદવે મહાકુંભના આંકડાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.