
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું. પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસ વાહનોને આગ ચાંપી દીધી હતી. શરૂઆતમાં, પોલીસે પ્રદર્શનકારીઓને એક જગ્યાએ વિરોધ કરવા કહ્યું, પરંતુ અચાનક પ્રદર્શનકારીઓ નિર્દિષ્ટ સ્થળથી આગળ વધવા લાગ્યા.
પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
આ દરમિયાન તેમની અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. વિરોધીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો. આ પછી પોલીસે હળવો બળપ્રયોગ પણ કર્યો. પોલીસકર્મીના જણાવ્યા મુજબ, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. ભીડને વિખેરવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. આ હિંસામાં ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
https://twitter.com/Amit_Thakur_BJP/status/1909593932683788497
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદાના વિરોધમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે આક્રમક અથડામણ થઈ હતી. જંગીપુર વિસ્તારમાં વક્ફ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આગચાંપીની ઘટનાઓ બની હતી.
https://x.com/ANI/status/1854773575926136893">
https://twitter.com/PTI_News/status/1909586021181767777
જંગીપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રસ્તો બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પોલીસે પરવાનગી વિના મોટી સંખ્યામાં ટોળું ભેગું થતાં તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોને આગ ચાંપી હતી. ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
અથડામણમાં અનેક ઘાયલની આશંકા
આ હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. જેમાં અમુક પોલીસકર્મી પણ સામેલ છે. અથડામણ બાદ વિસ્તારમાં તણાવ વધ્યો છે. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સરકારે પણ લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવા પણ સલાહ આપી છે. બીજી તરફ પ્રદર્શનકારોએ સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી વક્ફ સંશોધન કાયદો પાછો લેવામાં આવશે નહીં, ત્યાં સુધી અમે વિરોધ કરતાં રહીશું.