
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ અનંતનાગ જિલ્લામાં એક્શન લેતા પૂછપરછ માટે 175 શંકાસ્પદોની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે ચાર દિવસમાં અનંતનાગ પોલીસ, સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને અન્ય તપાસ એજન્સીઓની સંયુક્ત ટીમ શંકાસ્પદ ઠેકાણા અને સહાયતા નેટવર્કને નિશઆન બનાવતા જિલ્લામાં ઘેરાબંધી અને તપાસ અભિયાન ચલાવી રહી છે.
પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "આ અભિયાન હેઠળ જિલ્લામાં કેટલાક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. દિવસ-રાત તપાસ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી આતંકવાદી ગતિવિધિમાં મદદ કરનારા સહાયતા નેટવર્કને ખતમ કરવા માટે પૂછપરછ માટે 175 શંકાસ્પદોની અટકાય કરવામાં આવી છે."
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
મહત્ત્વપૂર્ણ છે કે 22 એપ્રિલે અનંતનાગ જિલ્લાના પહેલગામ પાસે બેસરન ઘાસના મેદાનમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા હતા.હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ કેટલાક જિલ્લામાં મોટા પાયે તપાસ અભિયાન ચલાવ્યું છે અને પૂછપરછ માટે શંકાસ્પદોની અટકાયત કરી છે.