
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને સિંધૂર નામ આપ્યું હતું. Operation Sindoorને લઇને ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરી હતી અને આ ઘટનાની માહિતી આપી હતી.
પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મીસરીએ કહ્યું કે, લશ્કરે પહેલગામ હુમલો કરાવ્યો હતો. આજે સવારે આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા, પહેલગામ હુમલાને લઇને દેશભરમાં લોકોમાં રોષ હતો.પાકિસ્તાન વિરૂદ્ધ કડક પગલા ભરવામાં આવ્યા. ભારતે જવાબ આપવાના અધિકારનો પ્રયોગ કર્યો.
ભારતના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કર્યો જેમાં 25 ભારતીય અને એક નેપાળીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પહેલગામનો હુમલો બર્બરતાપૂર્ણ હતો. લોકોને નજીકથી માથા પર ગોળી મારવામાં આવી હતી. હત્યાની આ રીતથી પરિવારજનોને આઘાત પહોંચાડવામાં આવ્યો હતો અને તેમને સલાહ આપવામાં આવી હતી કે તે મેસેજને પહોંચાડી દે. પ્રવાસન ફરી જમ્મુ કાશ્મીરમાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર બનતો હતો. ગત વર્ષે સવા 2 કરોડથી વધુ પ્રવાસી કાશ્મીર આવ્યા હતા. આ હુમલાનો ઉદ્દેશ્ય વિકાસ અને પ્રગતિને નુકસાન પહોંચાડવાનો હતો. હુમલાની આ રીત જમ્મુ કાશ્મીર અને દેશમાં સાંપ્રદાયિક રમખાણ ભડકાવવા માટે હતો.
એક ગ્રુપે ખુદને TRFએ આ હુમલાની જવાબદારી લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતે મે અને નવેમ્બર 2024માં સંયુક્ત રાષ્ટ્રની કમિટીને રિપોર્ટ આપ્યો હતો જેમાં TRFને લઇને માહિતી આપવામાં આવી હતી.આ પહેલા પણ ડિસેમ્બર 2023માં ભારતે આ ટીમને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
પાકિસ્તાનમાં 9 ટેરર કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા
કર્નલ સોફિયા કુરૈશીએ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂરની માહિતી આપતા કહ્યું કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા માસુમ નાગરિકો અને પરિવારોને ન્યાય આપવા માટે લોન્ચ કરવામાં આવ્યા હતા.9 ટેરરિસ્ટ કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યા અને તેમને પુરી રીતે બરબાદ કરવામાં આવ્યા. પાકિસ્તાન અને PoKમાં આતંકી નેટવર્ક ફેલાયેલુ છે.
પહેલગામ હુમલા બાદ દેશભરમાં લોકોમાં રોષ હતો
પહેલગામ હુમલામાં ભારતમાં આક્રોશ જોવા મળ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાન સાથે સંબંધોને લઇને કેટલાક પગલા ભર્યા હતા. 22 એપ્રિલના હુમલાના ગુનેગારો અને તેમના યોજનાકારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. હુમલાના 15 દિવસ પછી પણ પાકિસ્તાન દ્વારા આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહીના કોઇ પગલા ભર્યા નહતા. પાકિસ્તાન આધારિત આતંકવાદી મોડ્યુલ પર સંકેત આપ્યા છે કે ભારત વિરૂદ્ધ વધુ હુમલા થઇ શકે છે.ભારતે સરહદ પાર હુમલાનો જવાબ આપવા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો છે.
પ્રેસ બ્રીફિંગમાં બે મહિલા અધિકારી સામેલ થઇ
પ્રેસ બ્રીફિંગમાં બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સામેલ થઇ હતી.