
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં જવાબદાર જે ત્રણ આતંકીઓની ઓળખ કરવામાં આવી છે તેમાં લી ભાઇ અને આદિલ હુસૈન ઠોકર સાથે હાશિમ મૂસા ઉર્ફ સુલેમાનનું નામ પણ સામેલ હતું. આતંકી હાશિમ મૂસા વિશે ચોકાવનારો ખુલાસો થયો છે જેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની મૂળના હાશિમ મૂસા ઉર્ફ આસિફ ફૌઝી ઉર્ફ સુલેમાન પહેલા પાકિસ્તાની સેનાની સ્પેશ્યલ ફોર્સ SSG (સ્પેશ્યલ સિક્યુરિટી ગ્રુપ)નો કમાન્ડો હતો. પાકિસ્તાને સેનામાં રહેવાને કારણે તેને આસિફ ફૌઝીના નામથી ઓળખવામાં આવતો હતો. સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે એક-દોઢ વર્ષ પહેલા જે ગ્રુપે પૂંછ રાજૌરીમાં ઘૂસણખોરી કરી હતી શું આ તે જ છે. ડિસેમ્બર 2023માં પૂંછમાં સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ તે ગ્રુપની જ કરતૂત હોઇ શકે છે.
પહેલગામ હુમલામાં ત્રણ આતંકીની ઓળખ થઇ
પહેલગામ હુમલામાં ત્રણ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌઝી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઇ છે. આ આતંકી 'ધ રેજિસ્ટન્સ ફ્રંટ (TRF)ના નામના આતંકી સંગઠન સાથે જોડાયેલા છે જે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની એક શાખા છે. આ લોકોએ પહેલગામથી 6 કિલોમીટર દૂર બેસરનમા ફરવા આવેલા પ્રવાસીઓ પર અચાનક ફાયરિંગ કર્યું હતું.
પહેલગામ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર કોણ?
સુરક્ષા એજન્સીઓએ લશ્કર-એ-તૈયબાના મોટા આતંકી સૈફુલ્લાહ કસૂરી ઉર્ફ ખાલિદને આ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ગણાવ્યો છે. તપાસ એજન્સીને એવું પણ જાણવા મળ્યું કે આતંકી ડિજિટલ ફુટપ્રિન્ટ પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ અને કરાચીના સુરક્ષિત ઠેકાણા સાથે જોડાયેલી છે જેનાથી સરહદ પાર આતંકી ષડયંત્રની પૃષ્ટી થાય છે.
સેનાના કપડા પહેરીને આવ્યા હતા આતંકી
આ હુમલા બાદ સુરક્ષાદળોએ જણાવ્યું કે પાંચથી છ આતંકી સેના જેવા કપડા અને કુર્તા-પાયજામો પહેરીને આસપાસના ગીચ જંગલમાંથી આવ્યા હતા અને તેમની પાસે એકે-47 જેવા ખતરનાક હથિયાર પણ હતા. હુમલા બાદ સુરક્ષાદળોએ તપાસ અભિયાન શરૂ કર્યું છે અને આતંકી ગતિવિધિમાં સામેલ રહેનારા લોકોલ આતંકીો પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.