Home / India : BJP leads in all 29 seats of Madhya Pradesh

મધ્ય પ્રદેશની તમામ 29 સીટો પર ભાજપની લીડ, CM મોહન યાદવે ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન

મધ્ય પ્રદેશની તમામ 29 સીટો પર ભાજપની લીડ, CM મોહન યાદવે ઉમેદવારોને પાઠવ્યા અભિનંદન

મધ્યપ્રદેશની તમામ 29 લોકસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. આ શરૂઆતના વલણમાં ભાજપ તમામ સીટો પર આગળ છે. મોટાભાગની બેઠકો પર વિજયી મતનો તફાવત એક લાખથી વધારે છે. અત્યાર સુધીની મત ગણતરીમાં છિંદવાડા બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકી રહી છે. આ વલણો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, "મને સંતોષ છે કે નરેન્દ્ર મોદી સરકાર ફરીથી પૂર્ણ બહુમતી સાથે બનવા જઈ રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ 29માંથી 29 બેઠકો પર આગળ છે, હું દરેકને અભિનંદન આપું છું." મતગણતરી શરૂ થયા બાદ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ત્રણ સીટો પર લીડ મેળવી હતી પરંતુ 1 કલાક પછી કોંગ્રેસ તમામ સીટો પર પાછળ રહી ગઈ છે. હવે ભાજપ તમામ 29 બેઠકો પર આગળ છે.

ગુના-શિવપુરી લોકસભા સીટ પર બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા લગભગ 2.5 લાખ મતોથી આગળ ચાલી રહ્યા છે. ઈન્દોરથી ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 2 લાખ 42 હજાર મતોના માર્જિનથી પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતા આગળ છે. વિદિશાથી શિવરાજ સિંહ ચૌહાણ 1.5 લાખ મતોથી આગળ છે. છિંદવાડામાં ભાજપના ઉમેદવાર વિવેક બંટી સાહુ 14 હજારથી વધુ મતોથી આગળ છે.

Related News

Icon