
દિલ્હીમાં 26 વર્ષ પછી સત્તામાં પરત ફરનાર ભાજપ હવે કોને મુખ્યમંત્રી બનાવશે? આ પ્રશ્ન હજુ અકબંધ છે. પરંતુ રાજકીય ગલિયારામાં તેમજ મિડિયામાં ઘણાં નામો ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં એવી પણ અટકળો ચાલી રહી છે કે આ વખતે ભાજપ પૂર્વાંચલના કોઈ વ્યક્તિને દિલ્હીમાં મુખ્યમંત્રી બનાવી શકે છે. ખાસ કરીને આ જવાબદારી એવા નેતાને આપી શકાય છે જેના મૂળ બિહારમાં હોય. આમ કરીને ભાજપ એક સાથે બે લક્ષ્યો હાંસલ કરી શકે છે.
પૂર્વાંચલના મોટી સંખ્યામાં મતદારોએ ભાજપને ટેકો આપ્યો
દિલ્હીમાં આ વખતે પૂર્વાંચલના મોટી સંખ્યામાં મતદારોએ ભાજપને ટેકો આપ્યો છે, જેમણે છેલ્લી 2-3 ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો હતો. આ વખતે ભાજપે ઝૂંપડપટ્ટીઓ અને કાચી વસાહતોમાં સારું કામ કર્યું છે. ભાજપે ૧૮ વિધાનસભા બેઠકોમાંથી ૧૦ બેઠકો જીતી છે. ઝૂંપડપટ્ટી વસાહતોના મતદારો ૧૦ બેઠકો પર જીત કે હાર નક્કી કરે છે અને આમાંથી ૭ બેઠકો પર કમળ ખીલ્યું છે. આમ પૂર્વાંચલના લોકોએ ભાજપને 17 બેઠકો જીતવામાં મદદ કરી છે. આ ઉપરાંત, અન્ય બેઠકો પર પણ તેમની હાજરી વત્તા ઓછા પ્રમાણમાં રહી છે. ભાજપ પૂર્વાંચલના કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બનાવીને રીટર્ન ગીફ્ટ આપી અને ભવિષ્યની ચૂંટણીઓ માટે પોતાનો આધાર પણ મજબૂત કરી શકે છે.
ભાજપ દિલ્હીથી બિહાર પર નિયંત્રણ કરી શકે
કેટલાક નિષ્ણાતો માને છે કે ભાજપ જે રીતે ગહન રાજનીતિ અપનાવે છે. તે પ્રમાણે એક ચૂંટણી પૂરી થતાંની સાથે જ આગામી ચૂંટણીની તૈયારીઓ ચાલુ કરી દે છે. એ પ્રમાણે દિલ્હીમાં સીએમના ચહેરા થકી બિહારીઓને આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે. જો સૂત્રોનું માનીએ તો, ભાજપ રાજધાની દિલ્હીમાં બિહારના નેતાને મુખ્યમંત્રી બનાવીને માત્ર દિલ્હીમાં રહેલા પૂર્વાંચલના લોકોને ખુશ કરી શકશે એટલું જ નહીં. પૂર્વાંચલ અને બિહારને પણ અસરકારક બની શકે છે. દિલ્હીમાં મોટાભાગના બિહારીઓના પરિવારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર, ઊચ્ચ શિક્ષણ કે સારવાર માટે દિલ્હીમાં રહે છે કે આવન જાવન છે. એવામાં બિહારીને મુખ્યમંત્રી બનાવીને એક સકારાત્મક સંદેશ પહોંચાડી શકે છે.
જો કોઈ બિહારી મુખ્યમંત્રી બને તો કોણ તક લઈ શકે?
દિલ્હી ભાજપમાં પૂર્વાંચલ ખાસ કરીને બિહારમાંથી ઘણા મોટા નેતાઓ આવે છે, પરંતુ શક્ય છે કે પાર્ટી વિજેતા ધારાસભ્યોમાંથી એકને મુખ્યમંત્રી બનાવે. જો એવું થાય તો અભય વર્મા, ડૉ. પંકજ કુમાર સિંહ અને ચંદન કુમાર ચૌધરીને જેકપોટ લાકી શકે છે. સૌથી મજબૂત દાવેદાર ગણાતા અભય વર્મા મૂળ દરભંગાના અને વ્યવસાયે વકીલ ઉપરાંત દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ પણ છે. AAP લહેરમાં પણ તેઓ લક્ષ્મી નગર વિધાનસભાથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા. આ વખતે તેમણે બીબી ત્યાગીને 11542 મતોથી હરાવ્યા છે. ખગરિયાના રહેવાસી ચંદન ચૌધરી સંગમ વિહારથી જીત્યા છે. પંકજ કુમાર સિંહ વિકાસપુરી વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા છે. તેમણે અહીં પહેલી વાર કમળ ખીલાવ્યું છે. પંકજના પિતા બાબુ રાજ મોહન સિંહ દિલ્હીમાં એડિશનલ કમિશનર રહી ચૂક્યા છે.