Home / India : BJP's attempt to seize power in the name of 'Saugat-e-Modi': Uddhav Thackeray

ભાજપ સત્તાવાર જાહેરાત કરે કે તેમણે હિન્દુત્વ છોડી દીધું, 'સૌગાત-એ-મોદી'ના નામે સત્તા મેળવવાનો પ્રયાસઃ ઉદ્ધવ ઠાકરે

ભાજપ સત્તાવાર જાહેરાત કરે કે તેમણે હિન્દુત્વ છોડી દીધું, 'સૌગાત-એ-મોદી'ના નામે સત્તા મેળવવાનો પ્રયાસઃ ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT) લીડર ઉદ્ધવ ઠાકરેએ મોદી સરકારના નવા અભિયાન 'સૌગાત-એ-મોદી' સામે નિશાન તાકતા કહ્યું કે , "હવે ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જોઈએ કે તેમણે હિન્દુત્વ છોડી દીધું છે. ભાજપ હવે એવા લોકોને 'સૌગાત-એ-સત્તા' વહેંચી રહ્યા છે કે જેમના ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા અને કોમી રમખાણોમાં ઘણા લોકો માર્યા ગયા હતા."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉદ્ધવે કર્યા તીખાં પ્રહાર... 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હોળી દરમિયાન મુસ્લિમોની મજાક ઉડાવનારાઓ હવે ચૂંટણી દરમિયાન પૂરણપોળી વહેંચતા જોવા મળી રહ્યાં છે. શું આ ભેટ ફક્ત બિહારની ચૂંટણીઓ પૂરતી મર્યાદિત છે કે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે?

આ ફક્ત ચૂંટણી માટે સત્તાની ભેટ : ઉદ્ધવ 

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે આ 'સત્તાની ભેટ' ફક્ત બિહાર વિધાનસભા ચૂંટણી માટે છે. ભાજપે સત્તા જેહાદ શરૂ કરી દીધો છે. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે ઉદ્ધવ ઠાકરેએ હિન્દુત્વ છોડી દીધું છે. હવે આ 'સૌગાત-એ-મોદી' શરૂ થઈ ગઈ છે. 32000 કાર્યકરો આ ભેટ વિતરણ કરવા જઇ રહ્યા છે. આ સૌગાત એ સત્તા છે. જે લોકો કહેતા હતા કે 'બટેંગે તો કટેંગે' તે હવે ખુદ આ ભેટ વિતરણ કરવા જઈ રહ્યા છે. હવે જોઈશું કે આ લોકો ટોપી પહેરીને કેવી રીતે ભેટ વિતરણ કરશે. 

સૌગાત-એ-મોદી શું છે?

સૌગાત-એ-મોદી કિટમાં ખાણી-પીણીની વસ્તુઓની સાથે સાથે કપડાં, સેવઈ, ખજૂર અને ડ્રાય ફ્રૂટ્સ તથા ખાંડ સામેલ છે. મહિલાઓની કિટમાં સૂટનું કાપડ મૂકવામાં આવશે.  જ્યારે પુરુષોની કિટમાં કુર્તા-પાયજામા. દરેક કિટની કિંમત આશરે 500થી 600 રૂપિયા રહેશે. 

Related News

Icon