
શુક્રવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી જારી કરવામાં આવી હતી. શહેરમાં સાયરનના અવાજો ગુંજી રહ્યા છે. ચંદીગઢ પ્રશાસને લોકોને ઘરે રહેવાની અપીલ કરી છે. લોકોને તેમના ઘરની બારીઓથી દૂર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.
સરહદી વિસ્તારોમાં જીવતા બોમ્બ મળી આવ્યા
https://twitter.com/PTI_News/status/1920716032773091476
રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન સરહદ નજીકના ગામડાઓ ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સરહદથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામડાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. સરહદી વિસ્તારોમાં જીવતા બોમ્બ મળી આવ્યા છે. તો બીજી તરફ BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર
ગુરુવારે મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સરહદ સુરક્ષા દળ (BSF) એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરતાં 7 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
ગુરુવારે રાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ૧૧ સ્થળોએ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા. પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ પછી, ભારતે તેની સંરક્ષણ પ્રણાલી S-400 વડે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.