
સરહદ પારની આતંકવાદી ગેંગ સામે BSFને મોટી સફળતામાં મળી છે. BSF જવાનોએ પંજાબ પોલીસના સહયોગથી અમૃતસર જિલ્લાના ભરોપાલ ગામ નજીક હથિયારો, દારૂગોળો અને ગ્રેનેડનો મોટો જથ્થો જપ્ત કર્યો.
BSF ગુપ્તચર શાખા પાસેથી મળેલી વિશ્વસનીય માહિતીના આધારે ગઈકાલે સાંજે ભરોપાલ ગામ નજીક એક સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નીચેની વસ્તુઓ મળી આવી હતી.
02 હેન્ડ ગ્રેનેડ
03 પિસ્તોલ અને 06 મેગેઝિન
50 કારતૂસ
https://twitter.com/ANI/status/1917830782971961545
જપ્ત કરાયેલા હથિયારો અને દારૂગોળો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ સંયુક્ત પ્રયાસ ફરી એકવાર BSFની ઉચ્ચ સ્તરની તૈયારી અને સતર્કતાને પ્રતિબિંબિત કરે છે. પંજાબ પોલીસ સાથે ઝડપી અને સંકલિત કાર્યવાહીથી સંભવિત મોટી આતંકવાદી ઘટના ટાળી છે અને રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની સલામતી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે.