
રાજસ્થાનના ફોર્ટ અબ્બાસ નજીક બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની રેન્જરને પકડી પાડ્યો છે. BSFએ ભારતની સરહદમાં પાકિસ્તાની રેન્જર ખ્વાજા મીરની ધરપકડ કરી છે. ખ્વાજા મીર ફોર્ટ અબ્બાસ નજીક રેન્જર્સની થોથિયા પોસ્ટથી ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશ કરી રહ્યો હતો.
પાકિસ્તાન રેન્જરની પૂછપરછ ચાલુ છે
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાની રેન્જર કયા હેતુથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે બીએસએફનો એક સૈનિક એક અઠવાડિયાથી વધુ સમયથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. સૈનિકની મુક્તિ અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાની રેન્જર કયા હેતુથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ સરહદ પર સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. BSFના સૈનિકો સંપૂર્ણપણે સતર્ક છે અને સરહદ પર કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે.