Home / India : B.Tech student gang-raped on the pretext of giving a lift

લિફ્ટના બહાને બી.ટેકની વિદ્યાર્થિનીને લઈ ગયો જંગલ, સાથી મિત્રોએ ભેગા મળી આચર્યું દુષ્કર્મ

લિફ્ટના બહાને બી.ટેકની વિદ્યાર્થિનીને લઈ ગયો જંગલ, સાથી મિત્રોએ ભેગા મળી આચર્યું દુષ્કર્મ

કોલેજથી ઘરે પરત આવી રહેલી બી.ટેક વિદ્યાર્થિની પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બસ સ્ટેન્ડ પર ઉભેલી યુવતીને તેના જ ગામનો એક યુવકે લિફ્ટ આપવાના બહાને તેના બાઇક પર બેસાડીને જંગલમાં લઈ ગયો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ચરથવાલમાં બનેવી આ ઘટનામાં આરોપ એવો છે કે, જંગલમાં પહેલેથી જ હાજર ત્રણ સાથીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. પીડિતાએ ઘરે પહોંચી અને સમગ્ર ઘટના તેના પરિવારને જણાવી. પીડિતાએ તેના સંબંધીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને કેસ દાખલા કરાવ્યો હતો.

બસ સ્ટેન્ડ પર બસમાંથી ઉતરીને ઓટોની રાહ જોઈ રહી હતી છોકરી

પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી પીડિતાએ જણાવ્યું કે, તે શનિવારે કોલેજથી બસ દ્વારા ઘરે જઈ રહી હતી. બસ સ્ટેન્ડ પર બસમાંથી ઉતર્યા બાદ તેના ગામ જવા માટે ઓટોની રાહ જોઈ રહી હતી, ત્યારે ગામનો જ એક પરિચિત હિમાંશુ બાઇક લઈને ત્યાં આવ્યો. તેણે કહ્યું કે, 'હું તને મારા બાઇક પર ઘરે છોડી દઈશ.' લિફ્ટ આપવાના બહાને તે છોકરીને ખેતરમાં લઈ ગયો, જ્યાં પહેલાથી જ તેના ત્રણ મિત્રો હાજર હતા. જ્યા આરોપીઓએ તેના પર બળાત્કાર કર્યો છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતાની ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ ચાલુ

પોલીસે કહ્યું કે, પીડિતા બી.ટેકની વિદ્યાર્થીની છે. શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે જ્યારે વિદ્યાર્થીની ઘરે પરત ફરી રહી હતી. ત્યારે પરિચિત યુવકે બાઇક પર લિફ્ટ આપવાના બહાને ગુનો કર્યો. સ્ટેશન ઇન્ચાર્જ આઇપીએસ અધિકારી રાજેશ ધુનાવતે કહ્યું છે, કે પીડિતાની ફરિયાદના આધારે આરોપી હિમાંશુ, સાગર, સિદ્ધાર્થ અને આદેશ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બધા આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

 


Icon