Home / India : Bus Accident: Bus full of passengers overturns, 5 dead, many injured

Bus Accident: મુસાફરોથી ભરેલી બસ પલટી, 11નાં મોત, અનેક ઘાયલ

Bus Accident: મુસાફરોથી ભરેલી બસ પલટી, 11નાં મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના પૂણેમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક 40 મુસાફરોથી ભરેલી બસ અચાનક પલટી ખાઈ જતાં ચીસાચીસ મચી ગઇ હતી. આ ઘટનામાં લગભગ 13-14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ અકસ્માત પૂણેના તમ્હાની ઘાટ નજીક સર્જાયો હતો. અહીં એક ખતરનાક વળાંક આવી જતાં બસ પલટી ખાઈ ગઈ હોવાનું મનાય છે. આ દુર્ઘટનામાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરો પણ ડરામણી છે.

બસમાં 40 મુસાફરો સવાર હતા 

અહેવાલ અનુસાર આ બસ અકસ્માત સવારે 8 વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે બસ ચાકનથી મહાડ તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 40 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ખતરનાક વળાંક પર બસ ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ એક બાજુ નમી ગઇ હતી.

 


Icon