
પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો જેમાં સાત લોકોના મોત થયા છે. મહાકુંભથી પરત ફરતી બસ એક ટ્રક સાથે ટકરાઇ હતી જે બાદ અકસ્માત સર્જાયો હતો.
https://twitter.com/ians_india/status/1889179543262355852
અકસ્માતમાં સાત લોકોના મોત
પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી. બનાવની જાણ થતા જ કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો કરે છે સ્નાન
મહાકુંભમાં પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન (માઘ પૂર્ણિમા સ્નાન) 12 ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ 1.44 કરોડ લોકો સ્નાન કરે છે.
પ્રયાગરાજ સંગમ સ્ટેશન 9-14 ફેબ્રુઆરી સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ
એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રયાગરાજ સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે સ્ટેશનની બહાર આવતા શ્રદ્ધાળુઓને થઈ રહેલી અસુવિધાને કારણે, ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને 9મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1:30 વાગ્યાથી 14મી ફેબ્રુઆરીના રોજ સવારે 12:00 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. જો કે, મહાકુંભ વિસ્તારમાં આવતા અન્ય 8 સ્ટેશનો પરથી નિયમિત અને વિશેષ ટ્રેનો સામાન્ય રીતે ચાલે છે.